શોધખોળ કરો

Patan: શાળાના બાથરૂમમાંથી છોકરીને ઉઠાવી જઈ 3 હવસખોરે ગુજાર્યો બળાત્કાર, ઉતાર્યો વીડિયો, છોકરી ફરી ના આવતાં શું કર્યું ?

સાંતલપુર તાલુકાના ગામમાં રહેતી સગીરા પ્રાથમિક શાળાના બાથરૂમમાં ગઈ હતી ત્યારે ત્રણ યુવકે પાછળથી આવીને છરી બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી સાથે બળજબરીથી શરીર સુખ માણતા હોય તેનો વીડિયો પણ તેમણે ઉતાર્યો હતો.

પાટણઃ સાંતલપુર તાલુકાના ગામમાં રહેતી સગીરા પ્રાથમિક શાળાના બાથરૂમમાં ગઈ હતી ત્યારે ત્રણ યુવકે પાછળથી આવીને છરી બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી સાથે બળજબરીથી શરીર સુખ માણતા હોય તેનો વીડિયો પણ તેમણે ઉતાર્યો હતો. તેમણે આ વીડિયોના આધારે છોકરીને બ્લેકમેઈલ કરીને ફરી શારીરિક સંબંધ બાંધવા દેવાની માગણી કરી હતી. છોકરી ના આવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. છોકરી આ ધમકીને તાબે ના થતાં બળાત્કારીઓએ વીડિયો વાયરલ કરી દેતાં ખળભળાટ મચ્યો છે. છોકરીના ભાઈએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં શક્તિસિંહ બાબુજી જાડેજા, જગતસિંહ ઉર્ફે જગો જાલુભા જાડેજા અને મિતાઝખાન દિલાવરખાન સિપાઇ સામે પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, છોકરી   એકાદ મહિના આગઉ સાંતલપુર ખાતે કપડા ખરીદવા ગઈ ત્યારે  સાંતલપુર જુની પ્રાથમિક શાળા પાછળ બાથરૂમમાં જતાં તેનો પીછો કરતા ત્રણ શખ્સો આવી ગયા હતા.  આ યુવકો પૈકી શક્તિસિંહે છરી બતાવી મોઢે ડૂચો માર્યો હતો  અને શાળાના અવાવરૂ ઓરડામાં લઇ ગયા પછી તેની મરજી વિરૂધ્ધ વારાફરતી શરીર સુખ માણીને બળાત્કાર ગુજાર્યો હતો. મિતાઝ ખાન અને જગતસિંહે પણ છોકરી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા.  મિતાઝખાન, શક્તિસિંહ અને જગતસિંહ ઉર્ફે જગોએ વિડીયો ઉતાર્યો હતો. આ ત્રણેયે છોકરીને ધમકી આપી હતી કે,  અમે બોલાવીએ ત્યારે તુ આવજે નહિતર વીડીયો વાયરલ કરી બદનામ કરી નાખીશું.

પંદર દિવસ પહેલા ત્રણેય શખ્સો સાંતલપુર આન્યા હતા. છોકરી તેની બહેન અને બહેનપણી સાથે હતી તે વખતે વિડીયો બતાવીને કહ્યું હતું કે, અમે  બે દિવસમાં સાંતલપુર મળવા નહિ આવે તો આ વિડીયો ગામના સમાજના ગૃપોમાં વાયરલ કરી દઇશું.

આ ધમકીને તાબે નહીં થઈને સગીરા મળવા ના જતાં હવસખોરોએ આ વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયો ભોગ બનનારની સગાઇ કરી છે એ છોકરાના મોટા ભાઈ પાસે પહોંચતાં  તેમણે  વીડિયો સગીરાના ભાઇ બતાવ્યો હતો. તેના ભાઇએ પરીવારની હાજરીમાં તેની બહેનને પૂછતા તેણે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી.

આ અંગે ભોગ બનારના ભાઇએ સાંતલપુર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ અધિકારી પીઆઇ એ.પી.સોલંકી જણાવ્યુ હતુ કે હાલમાં ભોગ બનનારનુ મેડીકલ ચેક અપ હાથ ધરાયુ છે તેમજ આરોપીઓને શોધી કાઢવા ચક્રોગતિ માન કર્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget