Patan: મોટા ભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું આઘાતથી મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
પાટણમાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે..મોટા ભાઈ અરવિંદના મોતના સમાચાર મળતા નાના ભાઇ દિનેશનું પણ આઘાતમાં મોત થયું. આ
Patan News: પાટણમાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે..મોટા ભાઈ અરવિંદના મોતના સમાચાર મળતા નાના ભાઇ દિનેશનું પણ આઘાતમાં મોત થયું. આ ઘટનામાં મોટા ભાઇના મોતના સીસીટીવી પણ સામે આવ્યા છે,જેમાં સ્પષ્ટ જોવા મળે છે કે, તેઓ ચાલતા ચાલતા જતા હોય છે અને હાર્ટ એટેક આવતા રોડ વચ્ચે જ ઢળી પડે છે. ત્યાં હાજર લોકો તેમને હોસ્પિટલ ખસેડે છે.જોકે, સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થઇ ગયું.
આ સમાચાર નાના ભાઇને મળતાં પહેલાં તો તે પરિવારના અન્ય સભ્યોને દિલાસો આપતાં કહે છે કે, 'કોઇ હિંમત ન હારતા...' પણ પોતે જ હિંમત હારી જાય છે અને ઘરે બેઠાં બેઠાં જ ઢળી પડે છે.અરવિંદભાઇના મૃતદેહની અંતિમવિધિની તૈયારીઓ ચાલતી હતી, ત્યાં જ દિનેશભાઇએ પણ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા એવા સમાચાર ઘરે મળ્યા હતા. આ સમાચાર મળતાં જ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારબાદ બંનેની અંતિમવિધિ સાથે જ કરાઇ હતી. મૃતક અરવિંદભાઇની ઉમર 49 વર્ષ હતી, જેમને સંતાનોમાં એક દીકરી છે જે 25 વર્ષની છે. જેના દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને એક 21 વર્ષનો દીકરો છે, જે અત્યારે અભ્યાસ કરે છે. જ્યારે દિનેશભાઇની ઉમર 45 વર્ષની હતી. જેને એક 19 વર્ષનો દીકરો છે. આમ ઓચિંતી બંને ભાઇઓએ એકસાથે વિદાય લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
જૂનાગઢના ઘંસારી ગામના મહંત ગુમ થતા ચકચાર
જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરથી મહંત ગાયબ થતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના ઘંસારી ગામમાં ધાર્મિક સ્થળ પરના મહંત મોજગીરી બાપુ છે. ગુમ થયેલ મહંતે સોશિયલ મીડિયા મારફતે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં વિસાવદરની મહિલા પોતાને બ્લેકમેઇલ કરી રહી છે. જેનાં ત્રાસથી તેઓ ગુમ થઈ ગયા હોવાનો આરોપ લગાવ્યો છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આત્મહત્યા કરીશ તેવી મહંતે ચીમકી ઉચ્ચારી હતી.
પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, પરિવારજનો બંનેને જોઈ ગયા ને પછી......
મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને 4 શખ્સે માર માર્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને પ્રેમિકાના સંબંધી જોઈ ગયા હતા અને ગડદા પાટુનો માર મારી બંને પગે ફ્રેક્ચર કર્યું હતું. 4 શખ્સ સામે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.