શોધખોળ કરો

Gujarat Assembly Elections: બપોરે બેઠક કરો તો દહેગામ વાળા ના પાડે, પણ આજે તો વટ પાડી દીધો

Gujarat Assembly Elections 2022: પીએમ મોદીએ આદે દહેગામ ખાતે સભા સંબોધી હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, પહેલા મારે દહેગામને અભિનંદન આપવાના છે.

Gujarat Assembly Elections 2022: પીએમ મોદીએ આદે દહેગામ ખાતે સભા સંબોધી હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, પહેલા મારે દહેગામને અભિનંદન આપવાના છે. દહેગામમાં બપોરે બેઠક કરો તો દહેગામ વાળા ના પાડે. આજે આટલી મોટી સંખ્યામાં તમે લોકો આવ્યા એના માટે અભિનંદન. આજે દહેગામ વાળાએ વટ પાડી દીધો.

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે. દેશે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આગામી ૨૫ વર્ષ અમૃતકાળ છે, જેમાં પ્રથમ ચૂંટણી છે. આઝાદીના અમૃતકાળની આ ચૂંટણી પાંચ વર્ષ માટે કે આગામી સરકાર માટે નથી ૨૫ વર્ષ પછી ગુજરાત ક્યા હશે તેની ચૂંટણી છે. દૂનિયાના સમૃદ્ધ દેશોના માપદંડમાં ગુજરાત આગળ હોય તે નિર્ણય આ ચૂંટણીમાં કરવાનો છે. ચૂંટણીમાં પહેલા સગાવાદ ભ્રષ્ટાચારની વાત થતી હતી. ગયા ૨૦ વર્ષમાં જે ગુજરાતમાં થયું, પાણી, વિજળી અને રસ્તાના વિષયો આત્મસાદ થયા છે. સંકટોમાંથી ગુજરાત બહાર નીકળી ગયો છે.

મૂળભૂત મુદ્દા પર ધ્યાન આપવામા આવ્યું. ઘર વપરાશ માટે ૨૪ કલાક વિજળી આપવામાં આવી રહી છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં મુખ્યમંત્રી બનવાનો હતો ત્યારે પહેલા મને કહેતા કે સાંજે વિજળી મળે એ માટે લોકો રજૂઆત કરતા હતા. પાણી માટે ભૂતકાળમાં હેંડપંપ અને ટેંકરની વાત થતી. હેંડપંપ હોય તો રાજકારણીઓને હારતોરા થતા હતા. ટેંકરમાં કટકી થતી હતી. આપડે ઘરે ઘરે નળ પહોંચાડ્યા છે. દહેગામમાં શાકભાજી ઉગાડવાના આવે છે. ૭૫ સરોવર બનાવી રહ્યા છે. ટપક સિંચાઈ ખેડૂતોએ સ્વીકારી જેના કારણે પાણી બચ્યું છે. ગામડે ગામડે ઈંટરનેટ કનેક્ટિવીટી છે. ૨૦૧૪માં દિલ્લી મને મોકલ્યો ત્યારે આપડે ૧૦ નંબર પર હતા. પછી ૯મા નંબરે આવ્યા સતત આગળ આવતા ગયા. પાંચમા નંબરે આવ્યા તો દેશમાં ચમકારો થઈ ગયો. ૨૫૦ વર્ષ જેમણે રાજ કર્યું હતું તેમને પાછળ છોડી આપડે આગળ વધ્યા તેનો આનંદ હતો. ભારત પ્રથમ ત્રણમાં પોહોંચતા વાર નહી લાગે.

૨૦૦૧-૦૨ મા ૧૪ ઘણી મોટી અર્થવ્યવસ્થા થઈ છે. પંચાયતોનુ બજેટ આખા ગુજરાતનું ૧૦૦ કરોડનું હતું આજે ૩૫૦૦ કરોડ છે. કેન્દ્ર સરકાર અલગ મોકલે છે. ગુજરાતના ગામોમાં શહેરો જેવી સુવિધા બનશે. હું ભવિષ્યવેત્તા નથી જે કામ કર્યું છે તેના પરથી કહું છું કે ગાંધીનગર દહેગામ કલોલ ટ્વીટ સીટી હશે ત્રણે શહેરોનું ત્રિકોણ આર્થિક કેન્દ્ર હશે. ગીફ્ટ સીટીમાં કામ કરવા વાળા દહેગામ રહેવા આવશે. આખો તબક્કો નવી વિકાસની ઊંચાઈ પ્રાપ્ત કરશે. હું દિલ્લીમાં બેઠો હોઉં અને ગુજરાતની મદદ મળે તો વહેલું કામ થાય. ગાંધીનગર જિલ્લાના તમામ કમળ મોકલવાની જવાબદારી તમારી. શિક્ષણ ક્ષેત્રમાં સુધારાનો લાભ આખા ગુજરાતને મળે છે.

અગાઉ શિક્ષણનું બજેટ ૧૫૦૦ કરોડ હતું જે હવે ૩૩ હજાર કરોડ છે. શિક્ષણનું બજેટ છે એટલું માત્ર કેટલાક રાજ્યોનું છે.  ગાંધીનગર શિક્ષણનું મોટું ધામ બની ગયું છે. ચીલ્ડ્રન યુનિવર્સિટી દુનિયાની એક માત્ર ગાંધીનગરમાં છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં છે.  ગુજરાત કેવું હોવું જોઈએ એની ગતાગમ કોંગ્રેસને નથી. કોંગ્રેસ માત્ર નરેન્દ્રભાઇ આવા તેવા ના ભાષણ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget