Gujarat visit: આજથી PM મોદી ગુજરાતમાં, અમદાવાદમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપશે હાજરી
Gujarat visit: સંસદના બંને ગૃહમાં મહિલા અનામત બિલ મંજૂર થયા બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યાં છે
Gujarat visit: વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીનું આજે સાંજે સાત વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. બાદમાં તેઓ અમદાવાદમાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં કરશે.
નારીશક્તિને વંદન
— BJP Gujarat (@BJP4Gujarat) September 25, 2023
મોદીજીને અભિનંદન
નારીશક્તિ વંદન અધિનિયમ 2023 દ્વારા દેશની નારીશક્તિને સન્માન આપનાર આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi નો અભિવાદન કાર્યક્રમ
🕕 આવતીકાલે સાંજે 6:00 કલાકે
લાઈવ નિહાળો:
• https://t.co/sYQMNVxtBh
• https://t.co/3xD28cK7Pu
•… pic.twitter.com/AB1r8VWMcx
તો આવતીકાલે સવારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી સાયન્સ સિટી ખાતે કરાશે જેમાં PM મોદી હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી છોટાઉદેપુરના બોડેલી ખાતેના કાર્યક્રમ માટે રવાના થશે. જ્યાં 5 હજાર 206 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
તો મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત નવા વર્ગ ખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યૂટર લેબ જેવી સુવિધાની ભેટ આપશે. 7 હજાર 500 ગામોમાં 20 લાખ લાભાર્થી માટે વાઈ ફાઈ સુવિધાનું લોકાર્પણ કરશે.
સંસદના બંને ગૃહમાં મહિલા અનામત બિલ મંજૂર થયા બાદ પીએમ મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં નારી વંદના કાર્યક્રમ યોજાશે. જેમાં અંદાજે એક લાખ મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું અભિવાદન કરશે.
વડાપ્રધાન મોદી છોટા ઉદેપુર જિલ્લા ખાતે 5206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર વધુ ને વધુ બહેતર બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ યોજના અંતર્ગત ₹1426 કરોડના કામોનું લોકાર્પણ અને ₹3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે ₹60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ₹277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, ₹251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ ₹80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે ₹23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ ₹10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે