PM Modi Cabinet Expansion: મોદીના મંત્રીમંડળમાં ગુજરાતના કયા મંત્રીને કયું ખાતું મળ્યું ? જાણો વિગત
મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેંદ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરતના સાંસદ દર્શના જરદોશને સ્થાન આપવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ મોદી કેબિનેટનું આજે વિસ્તરણ થયું હતું. જેમાં 43 સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતી સાંસદોને સ્થાન આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેંદ્ર મુંજપરા, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, સુરતના સાંસદ દર્શના જરદોશને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન આપવામાં આવ્યું છે.
- મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે રસાયણ મંત્રાલયનો વધારો હવાલો સોંપવામાં આવ્યો છે.
- પુરુષોત્તમ રૂપાલાને મત્સ્ય, પશુપાલન અને ડેરી ખાતું સોંપવામાં આવ્યું છે.
- દર્શના જરદોષને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઈન મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ અને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઈન ધ મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ સોંપવામાં આવ્યું છે.
- દેવુસિંહ ચૌહાણને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઈન ધ મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન સોંપવામાં આવ્યું છે.
- ડો, મહેન્દ્રભાઈ મુંજપરાને મિનિસ્ટર ઓફ સ્ટેટ ઈન ધ મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેંટ તથા મિનિસ્ટર ઓફ સ્ટેટ ઈન ધ મિનિસ્ટ્રી ઓફ આયુષ સોંપવામાં આવ્યું છે,
આ મંત્રીઓને પડતા મૂકાયા
આ વિસ્તરણ પહેલા કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. જેમાં ડો.હર્ષવર્ધન, રમેશ પોખરિયાલ નિશંક, બાબુલ સુપ્રિયો, રાવ સાહેબ દાનવે પાટિલ, દેબોશ્રી પાટિલ, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર, સંજય ધોત્રે, રતન લાલ કટારિયા અને પ્રતાપ સારંગીનો સમાવેશ થાય છે.
નવા મંત્રીઓનું આખું લિસ્ટ
નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલ, ડોક્ટર વિરેન્દ્ર કુમાર, જ્યોતિરાદિત્ય સિંધિયા, રામચંદ્ર પ્રસાદ સિંહ, અશ્વિની વૈષ્ણવ, પશુપતિ કુમાર પારસ, કિરણ રિજુજુ, રાજ કુમાર સિંઘ, હરદીપ સિંઘ પુરી, મનસુખ માંડવિયા, ભૂપેન્દર યાદવ, પરસોત્તમ રૂપાલા, જી.કિશન રેડ્ડી, અનુરાગ સિંહ ઠાકુર, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, ડો.સત્યપાલ સિંઘ બઘેલ, રાજીવ ચંદ્રશેખર, શોભા કરંદલાજે, ભાનુ પ્રતાપ સિંહ વર્મા, દર્શના જરદોશ, મિનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, એ.નારાયણસ્વામી, કૌશલ કિશોર, અજય ભટ્ટ, બી.એલ. વર્મા, અજય કુમાર, ચૌહાણ દેવુસિંહ, ભગવંથ ખુબા, કપિલ પાટીલ, પ્રતિમા ભૌમિક, ડો.સુભાસ સરકાર, ભગવત કિશનરાવ કરદ, ડો.રાજકુમાર રંજન સિંહ, ડો.ભારતી પ્રવીણ પવાર, બિશેશ્વર ટુડુ, શાંતનુ ઠાકુર, ડો.મુંજપરા મહેન્દ્રભાઇ, જ્હોન બરલા, ડો.એલ મુરુગન, નિશિથ પ્રમાણિક