શોધખોળ કરો

Gujarat election 2022: બાવળામાં ભાવુક થયા PM મોદી, જાણો કોણે પ્રધાનમંત્રીને આશિર્વાદ આપ્યા

Gujarat assembly election 2022: પીએમ મોદી ગુજરાતમાં એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આ કડીમાં આજે પીએમ મોદીએ બાવળામાં સભા ગજવી હતી.

Gujarat assembly election 2022: પીએમ મોદી ગુજરાતમાં એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આ કડીમાં આજે પીએમ મોદીએ બાવળામાં સભા ગજવી હતી. આ અવસરે સભા સ્થળે પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, અમદાવાદ ભાજપ જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, બાબુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ જિલ્લાના ચારેય ઉમેદવાર હાર્દિક પટેલ, કનું પટેલ, કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી ભાવુક થયા

પીએમ મોદીના આગમન સાથે સભા સ્થળે મોદી-મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાનનું પાઘડી, ગુલાબના હાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ ભુપેન્દ્ર સિંહને સિનિયર કહીને માન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બાવળા આવ્યો હોઉં અને લીલાબાના દર્શન કરું, 104 વર્ષના માણેક બા એ મને આવીને આશીર્વાદ આપ્યા. આ વાત કરતા પીએમ મોદીને ગળે ડૂમો ભરાયો હતો અને પ્રધાનમંત્રી ભાવુક થયા હતા.

તેમણે આગળ કહ્યું કે, આ મારી ચોથી સભા છે. હું ગુજરાતના ખૂણે-ખૂણે ગયો છું. ચૂંટણી તો ઘણી લડી અને લડાવી.  ચૂંટણીના નરેન્દ્ર લડે છે ના ભુપેન્દ્ર લડે છે, ચૂંટણી ઉમેદવાર પણ નથી લડતા ચૂંટણી જનતા લડે છે. અમદાવાદથી નજીકનો આ વિસ્તાર તેજીથી વિકસિત થઈ રહ્યો છે. બહુચરાજી સુધી તેનો વિકાસ થઈ રહ્યો છે. હું વડીલ મગનકાકાને ત્યા રોકાતો, બીજા દિવસે બસ મળતી. ગાંધીજી કહેતા ભારતનો આત્મા ગામડામાં વશે છે, પરંતુ કોંગ્રેસે તેની ઉપેક્ષા કરી. અમે નિર્ણય કર્યો કે માતૃભાષામાં ભણાવવું. ડોકટર અને એન્જીનીયર ફિલ્ડ માટે તે અઘરું, પરંતુ ગામડાના વિધાર્થી માટે તે મોટી વાત છે.

કોંગ્રેસને ગામડા અને શહેરો વચ્ચે ખાઈ ઉભી કરી. કોંગ્રેસના કાળમાં અહીં વિકાસ નહોતો. 200 વિઘા જમીનના માલિકને પહેલ કોઈ પૈસા નહોતુ આપતું. હવે સાણંદ અને ધોલેરાનો વિકાસ થતા, સાણંદના લોકો હવે થેલો ભરીને રિક્ષામાં રૂપિયા લાઇ જાય છે. ખેડૂતનો દીકરો ચાર બંગડી વાળી ગાડી લાવે છે. નોટો ગણવાના મશીન લાવે છે. 20 વર્ષ પહેલાં પાણીનું પણ રાશન હતું. શાળાઓ શોધવા જવી પડતી. હવે શહેરની જેમ ગામડામાં વીજળી, પાણી અને રાંધણગેસ ઉપલબ્ધ છે.

20 વર્ષ પહેલાં અહીં વીજળીના 20 સબ સ્ટેશન હતા ભાજપ સરકારે 90 જેટલા વધાર્યા છે. ગામડા સમૃદ્ધ કરવા અમે કામ કર્યું. સાબરમતી કે જ્યાં ગાંધીએ તપસ્યા કરી એક સમયે ત્યાં ગધેડા બંધાતા. તે સાબરમતી મેં જીવતી કરી. શાળાઓ શોધવા જવી પડતી. હવે શહેરની જેમ ગામડામાં વીજળી, પાણી અને રાંધણગેસ ઉપલબ્ધ છે. સાબરમતીમાં નર્મદાનું પાણી આવ્યું તેનો ઉપયોગ ગામડાના તળાવ ભરવા પણ કરાય છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે મળે ત્યારે ફતેહવાડીની વાત કરે જ. આજે તેમાં નર્મદાના પાણી વહે છે. આ પાણીથી સિંચાઇની સુવિધાથી ધાન્યનું ઉત્પાદન મળ્યું. 20 વર્ષ પહેલાં 1.5 લાખ ધાનનું ઉત્પાદન થતું જે હવે 4 લાખ મેટ્રિક ટન જેટલું થાય છે.

 5 લાખ રૂપિયા સુધી દર વર્ષે સારવારની કિંમત સરકાર ચૂકવશે

ગુજરાતમાં 400 જેટલી રાઈસ મિલ, તેમાં 100 કરતા વધુ બાવળામાં છે. ચોખાની ફોતરીમાંથી નીકળતા તેલને લઈને પણ સરકાર આયોજન કરશે. 1.75 લાખ ઉજ્જવલા યોજનાના કનેક્શન આ પટ્ટામાં અપાયા છે. 3.5 લાખ ઘરોમાં નળથી જળ મળ્યું છે. જુના કાર્યકરો સાથે ગપ્પા મારતા તેમને આયુષમાન કાર્ડનું મહત્વ જણાવ્યું છે. આ કાર્ડનો સૌથી મોટો લાભ માતા-બહેનોને મળ્યો છે. તેઓ સૌથી પોતાનું દર્દ છુપાવતા.  5 લાખ રૂપિયા સુધી દર વર્ષે સારવારની કિંમત સરકાર ચૂકવશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આ પંથકમાં 1.5 લાખ ઘર બન્યા જેની પાછળ 04 હજાર કરોડનો ખર્ચ થયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget