શોધખોળ કરો

PM Modi Gujarat Visit Live : વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છેઃ પીએમ મોદી

PM Modi Gujarat Visit:  સાયન્સ સિટી ખાતે આયોજીત કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી બોડેલી ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે

LIVE

Key Events
PM Modi Gujarat Visit Live : PM Modi to participate in Vibrant Gujarat Global Summit, inaugurate projects today PM Modi Gujarat Visit Live : વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છેઃ પીએમ મોદી
પીએમ મોદી

Background

15:02 PM (IST)  •  27 Sep 2023

આજે 10 કરોડ પરિવારોમાં પાઈપથી પાણી ઘરમાં પહોંચે છે: વડાપ્રધાન મોદી

છોટાઉદેપુરના બોડેલીમાં લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઉમરગામથી અંબાજી સુધી વિકાસ થયો છે. સાડા સાત હજાર ગ્રામ પંચાયતોને વાઈફાઈ પહોંચાડવાનું કામ પૂર્ણ થયું છે. ગામોના લોકો માટે મોબાઈલ, ઈંટરનેટ નવું નથી. ઈંટરનેટ સેવા હવે તમામને મળી રહી છે. સાવલીમાં અનેક શિક્ષણના કામો થયા છે. આદિવાસીઓ માટે વિશેષ યોજના લઈને આવ્યો છું. આજે સારી શાળાઓ, રસ્તાઓ, મકાનો બન્યા છે.

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગરીબોને ઘર, પાણી, રોડ, વીજળી, શિક્ષણ આપવું પ્રાથમિકતા છે. આજે દેશભરમાં ગરીબો માટે ચાર કરોડથી વધુ પાકા ઘર બન્યા છે. આદિવાસીઓને મરજી પ્રમાણે ઘર બનાવી આપ્યા છે. આદિવાસીઓને જરૂરિયાત પ્રમાણે મકાનો મળે તેવી પ્રાથમિકતા છે. લાખો બહેનો આજે લખપતી દીદી બની ગઈ છે. દોઢ-બે લાખના ઘરો માતા-બહેનોના નામે થયા છે. આજે નળથી જળ આવે એવી વ્યવસ્થા કરી છે. આજે ઘેર ઘેર પાઈપથી પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આજે 10 કરોડ પરિવારોમાં પાઈપથી પાણી ઘરમાં પહોંચે છે.

વડાપ્રધાને કહ્યું કે 2 દશક પહેલા લોકો શાળા છોડવા માટે મજબૂર હતા. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. આજે આદિવાસી જવાનો સીમા પર દેશની રક્ષા કરતા જોવા મળે છે. આદિવાસી પટ્ટામાં 25 હજાર નવા ક્લાસરૂમ બનાવ્યા છે. આદિવાસી પટ્ટામાં આજે 5 મેડિકલ કોલેજો બની છે. કૌશલ વિકાસ યોજનાનો લાખો યુવાનો લાભ લઈ રહ્યા છે. આજે વગર ગેરન્ટીએ યુવાનોને પોતાના કામ માટે લોન મળી રહી છે. નવી નવી યોજનાઓ થકી આ વિસ્તારનો વિકાસ કરીશુ.

12:10 PM (IST)  •  27 Sep 2023

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતમાં રોકાણક્ષેત્રે અનેક ગણો વધારો થયો છે

વાઈબ્રન્ટ સમિટના 20 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં PM મોદીએ ભારતને દુનિયાની ટોપ-3 પૈકીની ઈકોનોમી બનાવવાની ગેરન્ટી આપી હતી. તેમણે ગુજરાતને દેશનું તો ભારતને દુનિયાનું ગ્રોથ એન્જિન એન્જિન ગણાવ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે ગુજરાતને અસ્થિર કરવાના અનેક પ્રયાસો થયા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં અન્ય રાજ્યને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે સ્ટેટ સમિટનું પણ આયોજન કર્યુ હતું. ગુજરાત ફાઈનાન્સિયલ હબ અને એગ્રીકલ્ચર પાવર હાઉસ બન્યુ છે. ટેક્સટાઈલ ક્ષેત્રે અનેક રોજગાર ઉભા થયા છે. છેલ્લા 20 વર્ષમાં તમામ ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસ થયો છે.

વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતમાં રોકાણક્ષેત્રે અનેક ગણો વધારો થયો છે. ફાર્મા સેક્ટરમાં ગુજરાતે હરણફાળ ભરી છે. દુનિયામાં તૈયાર થતા હીરામાંથી 70 હીરા ગુજરાતમાં તૈયાર થાય છે. દુનિયાના સિરામિક માર્કેટમાં મોરબીનો હિસ્સો 90 ટકા છે. સંરક્ષણ ક્ષેત્રમાં ઉત્પાદનમાં ગુજરાત હબ બનશે.

11:49 AM (IST)  •  27 Sep 2023

2001માં મુખ્યમંત્રી તરીકે મારી નવી ભૂમિકા હતી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભૂકંપ પહેલા વર્ષો સુધી રાજ્યમાં દુષ્કાળ પડ્યો. 2001માં મુખ્યમંત્રી તરીકે મારી નવી ભૂમિકા હતી. વિકટ પરિસ્થિતિ વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાતનું બિજ રોપાયું હતું. વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાતના નાગરિકો પર ભરોસો હતો. વિકટ સ્થિતિમાં કેટલાક લોકો ગુજરાત વિરોધી એજન્ડા લઈને ચાલ્યા હતા. દુનિયામાં ગુજરાતને બદનામ કરવાનું ષડયંત્ર રચાયુ હતું. ગુજરાત સરકારની નિર્ણયશક્તિને દુનિયાએ જોઈ છે. આજે દુનિયા વાઈબ્રન્ટ સમિટની સફળતા જોઈ રહી છે. વાઇબ્રન્ટ સમિટની શરૂઆતમાં કેન્દ્ર સરકાર અડચણરૂપ બની હતી.

11:46 AM (IST)  •  27 Sep 2023

20 વર્ષ અગાઉ વાઇબ્રન્ટ સમિટનું બિજ રોપાયુ હતું: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે 20 વર્ષ અગાઉ વાઇબ્રન્ટ સમિટનું બિજ રોપાયુ હતું. વાઇબ્રન્ટનું બિજ હવે વટવૃક્ષ બની ગયું છે. વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાતના નાગરિકોનું સામર્થ્ય છે. શરૂઆતમાં વાઇબ્રન્ટ ગુજરાતની કેટલાક લોકોએ મજાક ઉડાવી હતી. આ સમિટનો દુનિયાએ સ્વીકાર કર્યો છે. ભૂકંપ પછી ગુજરાતની સ્થિતિ ઘણી નાજુક હતી.

11:19 AM (IST)  •  27 Sep 2023

 PMએ નેચર પાર્ક, રોબોટિક ગેલેરી નિહાળી હતી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા. અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજીત કાર્યક્રમમાં PMએ 'સમિટ ઓફ સક્સેસ' પેવેલિયનનું ઉદ્ધાટન કર્યુ હતું. રાજ્યપાલ, CM અને ભાજપ પ્રદેશ પ્રમુખ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. PMએ નેચર પાર્ક, રોબોટિક ગેલેરી નિહાળી હતી.  

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મજબૂરીમાં જીવનું જોખમHun To Bolish : હું તો બોલીશ : કેમ ધૂણ્યું સ્માર્ટ મીટરનું ભૂત?Surat's Diamond Industry : હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે મોટા સમાચાર, મુખ્યમંત્રીએ કમિટીની કરી રચનાKumar Kanani: કુમાર કાનાણીનો વધુ એક લેટરબોંબ, પોલીસ અને મનપા કમિશ્નરને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Jaffar Express Train: પાકિસ્તાની સેનાનો દાવો, જાફર એક્સપ્રેસ ટ્રેનનું ઓપરેશન ખતમ, 346 બંધકોને છોડાવવામાં આવ્યા
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Retail Inflation Rate: હોળી પહેલા દેશને મળ્યા સારા સમાચાર! 7 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છૂટક ફુગાવા દર
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Surat: આગ ઝરતી ગરમી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ, લોકોએ ટોરેન્ટ પાવરની ઓફીસે મચાવ્યો હોબાળો
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Cricket: ક્રિકેટ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ધાકડ ઓલરાઉન્ડરનું નિધન, સુનિલ ગાવસ્કર થયા ભાવુક
Gujarat Weather: આજે રાજ્યના આ બે જીલ્લામાં રેડ એલર્ટ,  12 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જા
Gujarat Weather: આજે રાજ્યના આ બે જીલ્લામાં રેડ એલર્ટ, 12 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જા
American Army Power In World: કેટલા દેશોને એક સાથે હરાવવાની તાકાત રાખે છે અમેરિકા? જાણો કેટલી ખતરનારક છે તેમની સેના
American Army Power In World: કેટલા દેશોને એક સાથે હરાવવાની તાકાત રાખે છે અમેરિકા? જાણો કેટલી ખતરનારક છે તેમની સેના
MI, CSK કે RCB, કોણ જીતશે IPL 2025નો ખિતાબ? ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કરી મોટી ભવિષ્યવાણી
MI, CSK કે RCB, કોણ જીતશે IPL 2025નો ખિતાબ? ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીએ કરી મોટી ભવિષ્યવાણી
સેન્સેક્સમાં આવશે તોફાની ઉછાળો, Morgan Stanley એ ભારતીય શેરબજારને લઈ કરી મોટી આગાહી
સેન્સેક્સમાં આવશે તોફાની ઉછાળો, Morgan Stanley એ ભારતીય શેરબજારને લઈ કરી મોટી આગાહી
Embed widget