મોદીનું ગુજરાતમાં આગમન, 3 કલાકના રોકાણમાં શું શું કરશે? કેટલા વાગ્યે પાછા દિલ્હી જવા રવાના થઈ જશે?
આ પ્રસંગે વડાપ્રધાન મોદીના દરેક કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલ પણ હાજર રહેવાના છે. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સામેલ થશે, જેઓ પહેલું રોકાણ કોચરબ આશ્રમ ખાતે કરશે, જ્યાં તેઓ બપોરનું ભોજન લઈ સાંજે પદયાત્રા પાછી શરૂ કરશે.
અમદાવાદઃ આજે ફરી એકવાર નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, સવારે અમદાવાદ અને બાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. પીએમ મોદી શુક્રવારે દાંડીયાત્રા દિને દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીનો શુભારંભ કરાવવા માટે અમદાવાદમાં છે. પીએમ આશરે ત્રણ કલાક રોકાણ કરશે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીના દરેક કાર્યક્રમ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્યની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમોમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય પ્રધાન પ્રહ્લાદસિંહ પટેલ પણ હાજર રહેવાના છે. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકો સામેલ થશે, જેઓ પહેલું રોકાણ કોચરબ આશ્રમ ખાતે કરશે, જ્યાં તેઓ બપોરનું ભોજન લઈ સાંજે પદયાત્રા પાછી શરૂ કરશે.
સાબરમતી ગાંધીઆશ્રમની હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે. સાબરમતી આશ્રમમી બાજુમાં અભયઘાટ ખાતે વિશાળ ડોમ બનાવાયો છે, જ્યાં તેઓ ૪૫ મિનિટનું વકતવ્ય બાદ દાંડીકૂચની યાદમાં પ્રતિકાત્મક રીતે ૮૧ પદયાત્રીઓને દાંડી સુધી ૩૮૬ કિલોમીટરની યાત્રા માટે વિદાય કરશે. બાદમાં તેઓ બપોરે લગભગ પોણા એકથી એેક વાગ્યા સુધીમાં અમદાવાદ એરપોર્ટથી નવી દિલ્હી પરત જવા રવાના થશે.
PM મોદીના આજના કાર્યક્રમો.....
૧૦:૦૦ વાગે : આશરે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન અને સ્વાગત
૧૦:૧૦ વાગે : સાબરમતી ગાંધી આશ્રમ
૧૦:૩૦ વાગે : અભયઘાટ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી તથા સંબોધન
૧૨:૦૦ વાગે : પ્રતીકાત્મક દાંડીયાત્રીઓને વિદાય
૧૨:૪૫ વાગે : નવી દિલ્હી જવા રવાના.