હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસની મોટી કાર્યવાહી, આ વ્યક્તિની કરી ધરપકડ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પાલીતાણાના સોનપરી ગામના તુષાર મેરની પોલીસે ધરપકડ કરી છે. તુષાર મેરને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સાબરકાંઠા: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પાલીતાણાના સોનપરી ગામના તુષાર મેરની પોલીસે ધરપકડ કરી છે. તુષાર મેરને આજે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પેપર લીક મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ૬ મહિના અગાઉ ૧૧ આરોપી સામે નોધાઇ ફરિયાદ નોંધી હતી. ૧૧ આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે નવા નામો ખુલ્યા હતા. એક પછી એક નામ ખુલતા અત્યાર સુધી ૫૪ આરોપીઓના નામ સામે આવી ચૂક્યા છે. ચાર મહિના અગાઉ પોલીસે ૩૩ આરોપીઓની અંદાજે ૧૪ હજારની પાનાની ચાર્જશીટ પ્રાંતિજ કોર્ટમાં રજુ કરી હતી.
હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ
Gandhinagar : વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu vaghani)એ મોટી જાહેરાત કરી છે. બિન અનુદાનિત ખાનગી શાળાઓના મામલે વિધાર્થીઓ તેમજ વાલીઓના હીતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓ હવેથી વિધાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા ઉપર દબાણ નહીં કરી શકે.
અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે 10000 થી 25000 સુધી ના દંડની શિક્ષણ વિભાગે જોગવાઈ કરી છે. 5 કે તેથી વધુ વખત અનિયમિતતા આચરનારી શાળાઓની માન્યતા રદ્દ કરવામાં આવશે. શિક્ષણ પ્રધાને વાલીઓને અપીલ કરી કે જો કોઈ શાળા દબાણ કરે તો જિલ્લાના શિક્ષણાધિકારીનો સંપર્ક કરી શિક્ષણ સંસ્થા સામે ફરિયાદ કરવા આગળ આવવું.
હવે શાળાઓની મનમાની નહીં ચાલે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ હવે રાજ્યમાં ક્હાનજી શાળાઓની મનમાની નહીં ચાલે. ઉલ્લેખનીય છે કે એવી ઘણીં શાળાઓ છે, જેના અંગે વાલીઓએ આ અંગે ફરિયાદ કરી હતી. આવી સ્કૂલ સામે ફરિયાદો ઉઠી હતી કે આ શાળાઓ પુસ્તકો, ગણવેશ અને અન્ય સામગ્રીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા દબાણ કરતી હતી. પણ શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે આવી સ્કૂલોની મનમાની નહીં ચાલે.