શોધખોળ કરો

Kutch: જેલમાં બુટલેગરની દારૂની મહેફિલથી ખળભળાટ, 50 હજાર રોકડા-મોબાઈલ મળ્યો

બાતમીના આધારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડાની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે જેલમાં દરોડો પાડ્યો હતો. 

કચ્છ: ગાંધીધામની ગળપાદર જેલમાં દારૂની મહેફિલ માણતા હોવાની ચોંકવનારી વિગતો સામે આવી છે.  ભચાઉના કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો જેલમાં દારુની મહેફિલ માણતા ઝડપાયાં છે.  બાતમીના આધારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસવડાની સૂચનાના પગલે ગાંધીધામ એ અને બી ડિવિઝન પોલીસે આદિપુર પોલીસ તથા LCB અને SOGના કાફલાએ મધરાતે જેલમાં દરોડો પાડ્યો હતો. 

50 હજાર રૂપિયા રોકડા મળ્યા 

પોલીસની આ રેડમાં  દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.  સર્ચ દરમિયાન જેલની છત પરથી બિનવારસી હાલતમાં રોકડા 50 હજાર રૂપિયા મળી આવ્યા છે.  જેલમાં ચાલતી મહેફિલોના પગલે જેલ પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા થયા છે. 

સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો

રાજ્યમાં નકલી દારુ, દારુ બનાવવાની ફેક્ટરી, દારુ અન્ય બોર્ડરમાંથી ગુજરાતમાં અંદર લાવવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ ડુપ્લિકેટ દારુ બનાવાતો હોવાનું સામે આવ્યું હતું.  6 જૂલાઈના રોજ  મોરબી જિલ્લાના  માળિયાના નવા દેવગઢ ગામે રહેણાંક મકાનમાં સસ્તી ઈંગ્લીશ દારૂની બોટલમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારૂ બનાવી વેચાણ કરવાના કોભાંડનો પર્દાફાશ થયો હતો. મોરબી એલસીબી ટીમે બે શખ્સોને ઝડપી લઈને 2.79 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.   તેમજ અન્ય છ આરોપીઓના નામો ખુલતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.  

મોરબી જિલ્લા એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે  દરમિયાન પોલીસે  બાતમીને આધારે માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપ જીવણ સવસેટા અને જયરાજ જીવણ સવસેટા બંને ભાઈઓ ભેગા મળી પોતાના મકાનમાં સસ્તા ભાવના ઈંગ્લીશ દારૂમાં કેમિકલ ભેળવી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી.  જ્યાં આરોપીના રહેણાંક મકાન ખાતેથી પોલીસે આરોપી જયદીપ સવસેટા અને જયરાજ સવસેટા રહે બંને નવા દેવગઢ વાળાને ઝડપી લીધા હતા.  અન્ય આરોપીઓને લઈ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી હતી. 

કુલ રૂપિયા 2,79,705  નો મુદામાલ જપ્ત કરાયો

જ્યાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 12  કીમત રૂપિયા 4500  અન્ય બ્રાંડની દારૂની બોટલ નંગ 04  કિંમત રુપિયા 7200, ડુપ્લીકેટ તૈયાર કરેલ ઈંગ્લીશ દારૂ પ્રવાહી લીટર 40 કિંમત રૂપિયા 2,25,000  તેમજ દારૂની ખાલી બોટલ નંગ 384 કિંમત રૂપિયા 7680  અન્ય બ્રાંડની દારૂની ખાલી બોટલ નંગ 780 કિંમત રૂપિયા 15,600 તેમજ બોટલ પર લગાડવાના અલગ-અલગ કંપનીના ઢાંકણા નંગ 1540 કિંમત રૂ 15,400 તેમજ બોટલ પર લગાડવાના સ્ટીકર નંગ 2200 તેમજ હેન્ડ મશીન નંગ 02 કિંમત રૂપિયા  1000 અને મોબાઈલ કિંમત રૂપિયા  2000  સહીત કુલ રૂપિયા 2,79,705  નો મુદામાલ કબજે લીધો હતો.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget