રાજ્યમાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી, 14 સામે નોંધી ફરિયાદ
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

રાજ્યમાં ઓપરેશન સિંદૂર વિશે રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર 14 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, ઓપરેશન સિંદૂરને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી. જે 14 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરાઇ હતી.
સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 તત્વો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી લખાણ લખનાર 14 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સોશિયલ મીડિયા પર દેશવિરોધી, નકારાત્મક અને સૈન્યનું મનોબળ તોડનારી ખોટી માહિતી કે અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહીની ગૃહ વિભાગે સૂચના આપી હતી. ગુજરાત પોલીસની પણ આવી પ્રવૃતિઓ કરનાર સામે ખાસ નજર રાખી રહી હતી. આ દરમિયાન 14 લોકોએ રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરી હોવાનું ધ્યાને આવતા તમામ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ખેડા જિલ્લામાં 2, ભુજમાં 2, જામનગર, જૂનાગઢ, વાપી, બનાસકાંઠા, આણંદ, અમદાવાદ, સુરત, વડોદરામાં 1-1 વ્યક્તિઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.
ભારતમાં બનેલા શસ્ત્રોનો સમય આવી ગયો છે- પીએમ મોદી
ઓપરેશન સિંદૂર પછી રાષ્ટ્રને પોતાના પ્રથમ સંબોધનમાં પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રામાણિકતા વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી, પરંતુ આતંકવાદનો પણ યુગ નથી. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દેશે નવા યુગના યુદ્ધમાં પોતાની શ્રેષ્ઠતા તેમજ ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રામાણિકતા સાબિત કરી છે.
પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે દુનિયા જોઈ રહી છે કે 21મી સદીમાં ભારતમાં બનેલા શસ્ત્રોનો સમય આવી ગયો છે. તમામ પ્રકારના આતંકવાદ સામે આપણી એકતા એ આપણી સૌથી મોટી તાકાત છે. ભારતની નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. આ એક સારી દુનિયાની ગેરંટી પણ છે. પીએમએ વધુમાં કહ્યું કે જે રીતે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પોષી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે.





















