શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય ડ્રામા: કોંગ્રેસના હજુ કેટલા ધારાસભ્યો ગૂમ છે? જાણો
સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને કોંગ્રેસમાં હલચલ તેજ બની છે.
અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ડ્રામા શરૂ થઈ ગયો છે. ત્યારે રવિવારે કોંગ્રેસના 4 ધારાસભ્યો રાજીનામાં આપી દીધા છે. આ ઉપરાંત વધુ પાંચ ધારાસભ્ય ગૂમ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જોકે સંપર્ક થઈ રહ્યો નથી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રવીણ મારુ, જે.વી. કાકડિયા, સોમા ગાંડા પટેલ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપી દીધા છે. કોંગ્રેસના વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની પણ હાલ ચર્ચા ચાલી રહી છે.
સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને કોંગ્રેસમાં હલચલ તેજ બની છે.
લિંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારી કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાતોરાત રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત પ્રવીણ મારુ અને પ્રદ્યુમન સિંહ જાડેજાએ પણ રાજીનામું આપી દીધું છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્યોને બહાર મોકલવામાં વ્યસ્ત રહી ત્યારે ભાજપે ખેલ પાડી દીધો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણાં સમયથી પ્રમુખ અને વિપક્ષ નેતા આ ધારાસભ્યનો સંર્પક કરી રહ્યાં હતા જોકે સંર્પક થઈ શક્યો નહતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement