શોધખોળ કરો
Advertisement
Porbandar : છાયા નગર પાલિકામાં ભાજપના નેતાની બે પત્નીઓ વચ્ચેની લડાઇમાં કોનો થયો વિજય?
પોરબંદર જીલ્લા પંચાયતની કારોબારીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી કેશુભાઈ સીડાને બે પત્નિ છે અને બંને પત્નિ નગરપાલિકાની ચૂંટણી લડી હતી.
પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પોરબંદરના છાયામાં ભાભીએ દિયરને હાર આપી હતી. પોરબંદર જિલ્લા પંચાયતના કારોબારીના પૂર્વ ચેરમેન કેશુભાઈ સીડાની પત્નિ ઉષાબેનને વિજય થયો હતો. કેશુભાઈની બે પત્નિને લઇ ચૂંટણીમાં ફોર્મ ભરવા સમયે ઘણો વિવાદ થયો હતો
પોરબંદર જીલ્લા પંચાયતની કારોબારીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી કેશુભાઈ સીડાને બે પત્નિ છે અને બંને પત્નિ નગરપાલિકાની ચૂંટણી લડી હતી. આ પૈકી પ્રથમ પત્નિ કોગ્રેસમાંથી જ્યારે બીજી પત્નિએ ભાજપમાંથી ચૂંટણી લડી હતી. પોરબંદર-છાયા નગરપાલિકાની ચૂંટણીમાં પોરબંદર ભાજપ આગેવાન કેશુભાઈ સીડાનાં પ્રથમ પત્નિ શાંતિબેને કોગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. બીજા પત્નિ ઉષાબેન જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ રહી ચૂકયાં છે. ઉષાબેન ભાજપની ટિકિટ પર વોર્ડ નંબર 3માંથી ચુંટણી લડ્યા હતા અને વિજય થયો હતો.
કોગ્રેસમાંથી ઉમેદવારી નોધાવનાર શાંતિબેન પાસે લગ્નનુ કોઈ સર્ટિફિકેટ નથી પરંતુ તેમના બે બાળકોના નામમાં પિતા કેશુભાઈનું નામ આપવામાં આવ્યું હતું. શાંતિબેનને એક દિકરી અને એક દિકરો છે. થોડા દિવસ પહેલા શાંતિબેને સીડાએ આક્ષેપ કર્યા કે તેમના પતિ કેશુભાઈ સીડા ઘરે આવ્યા હતા અને તોડફોડ કરી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફોન ઉપર પણ ચુંટણીને લઈ ધમકી આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement