PANCHMAHAL: પંચમહાલમાં કરોડો રુપિયાનું ફૂલેકું ફેરનાર આરોપીને LCBએ 10 વર્ષ બાદ ઝડપી પાડ્યો
પંચમહાલ: 120 પોસ્ટ રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર પોસ્ટ એજન્ટ પોલીસનાં સકંજામાં આવ્યો છે. 5 .22 કરોડ રુપિયાનું ફૂલેકું ફેરવી ફરાર આરોપી રાજેશ ત્રિવેદી 10 વર્ષ બાદ ગોધરા LCB પોલીસનાં હાથે લાગ્યો છે.
પંચમહાલ: 120 પોસ્ટ રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર પોસ્ટ એજન્ટ પોલીસનાં સકંજામાં આવ્યો છે. 5 .22 કરોડ રુપિયાનું ફૂલેકું ફેરવી ફરાર આરોપી રાજેશ ત્રિવેદી 10 વર્ષ બાદ ગોધરા LCB પોલીસનાં હાથે લાગ્યો છે. ગોધરાના 120 જેટલાં રોકાણકારોના 5.22 કરોડનાં નાણા ઉચાપત કરનાર પોસ્ટ ઓફીસ એજન્ટ રાજેશ ત્રિવેદી નામદાર હાઇકોર્ટેમાંથી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો.
5.22 કરોડોના ઉચાપત ગુનામાં ફરાર આરોપી પોસ્ટ ઓફીસ અજેન્ટ રાજેશ ત્રિવેદી 10 વર્ષ બાદ આખરે પોલીસ સકંજામાં આવ્યો છે. ગોધરા શહેર ઉપરાંતના 120 જેટલાં પોસ્ટ રોકાણકારોના નાણાંની ઉચાપત કરનાર પોસ્ટ ઓફિસ એજન્ટ રાજેશ ત્રિવેદી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ગોધરાના રોકાણકારોના બારોબાર નાણાંની ઉચાપત મામલે ગુનામાં 2012થી ફરાર હતો. આ સમગ્ર મામલે ભોગ બનેલા ખાતેદારો દ્રારા ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખાતેદારોને વધારાના વ્યાજની લાલચ આપી વિશ્વાસમાં લઈ ખાતેદારનાં નાણાં ખાતામાં ભરવાને બહાને લઈ લેતો અને ત્યાર બાદ ખાતેદારની રકમ ખાતામાં જમાં ન કરાવી બારોબાર કરોડોની ઉચાપત કરી હતી. રાજેશ ત્રિવેદી આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી રાજેશ ત્રિવેદીને નામદાર કોર્ટ સમક્ષ હાજર કરતાં કોર્ટે 20 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ ગોધરાનાં લુહાર સુથાર સોનીવાડ વિસ્તારનાં રહીશ રાજેશ કુમાર ચંદ્રકાંત ત્રિવેદી વિરૂદ્ધ CBI ACB ગાંધીનગર 2014 દરમીયાન IPC કલમ, 420 ,467, 471, મુજબ ગુનો નોંધાવા પામ્યો છે.
કોંગ્રેસના નેતાનું સ્મૃતિ ઈરાનીને લઈ અભદ્ર નિવેદન
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' યોજી એક તરફ ભાજપ પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રાંતીય અધ્યક્ષ અજય રાયે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભારત જોડો યાત્રા સાથે સોનભદ્ર પહોંચેલા અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અભદ્ર શબ્દો કહ્યાં હતાં. જેને લઈને વિવાદ ઉભો થયો છે.
અજય રાયે પોતાના નિવેદનમાં સ્મૃતિ ઈરાનીને લઈને કહ્યું હતું કે, તે અમેઠીમાં પોતાના લટકા ઝટકા દેખાડવા માટે આવે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, અમેઠી રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓનો ગઢ રહ્યો છે અને રહેશે. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે અને જીતશે. અજય રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2024ની ચૂંટણીમાં બનારસ સીટ પરથી હરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને બનારસથી હરાવશે. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી.
પ્રાંત પ્રમુખ અજય રાય આજે ભારત જોડો યાત્રા સાથે સોનભદ્ર પહોંચ્યા હતા. પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશ અને રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી નફરતને ખતમ કરવા અને અત્યાચાર સામે કન્યાકુમારીથી કાશ્મીર સુધી પ્રતિદિન 100 કિલોમીટરથી વધુ પગપાળા ચાલી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં રસ્તા પર આવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાને મોટા પાયે જન સમર્થન મળી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ગબ્બર સિંહ જીએસટી લગાવીને વેપારીઓને ત્રાસ આપી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી વેપારીઓની સાથે અડગ છે.