શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ 2012માં ભાજપમાંથી ચૂંટણી લડેલા કયા નેતાએ અપક્ષ લડવાની કરી જાહેરાત? જાણો વિગત
પ્રકાશ પટેલ 2012માં કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓએ રાજકીય સંન્યાસ લઇ અત્યાર સુધી જિલ્લાના રાજકારણથી અલિપ્ત હતા.
વલસાડઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે 8 વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની છે. વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના પૂર્વ અગ્રણી પ્રકાશ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે.
પ્રકાશ પટેલ 2012માં કપરાડા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યાર બાદ તેઓએ રાજકીય સંન્યાસ લઇ અત્યાર સુધી જિલ્લાના રાજકારણથી અલિપ્ત હતા. જોકે, પેટા ચૂંટણી આવતાં જ તેઓએ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની સામે વ્યક્તિગત વિરોધ હોવાથી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. કપરાડા બેઠક પરથી સતત ચાર ટર્મ સુધી કોંગ્રેસની ટિકિટ પરથી જીતેલા જીતુ ચૌધરી અત્યારે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જોકે પ્રકાશ પટેલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion