શોધખોળ કરો

રાજ્યમાં પ્રિ-મોનસૂનની એક્ટિવિટી શરૂ, હવામાન વિભાગે આ વિસ્તારમાં કરી વરસાદની આગાહી

રાજ્યમાં પ્રિ-મોનસૂનની એક્ટિવિટી થઈ શરૂ થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યભરમાં ગરમીમાંથી આંશિક રાહત મળશે.

રાજ્યમાં પ્રિ-મોનસૂનની એક્ટિવિટી થઈ શરૂ થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 25 મેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. જ્યારે રાજ્યભરમાં ગરમીમાંથી આંશિક રાહત મળશે. તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં હળવો વરસાદ પડવાની આગાહી છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. 

અમદાવાદમાં આ દરમિયાન તાપમાનનો પારો 41 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે. આ વખતે રાજ્યમાં સામાન્ય ચોમાસું રહે એમ માનવામાં આવી રહ્યું છે. કેરળમાં 26 મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં 10થી 15 જૂન વચ્ચે અને 15થી 20 જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે, 'નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. 

ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે. કેરળમાં 27 મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. રાજ્યમાં ગયા વર્ષે ચોમાસામાં 32.56 ઈંચ સાથે મોસમનો સરેરાશ 98.48% વરસાદ નોંધાયો હતો. 

લૂંટેરી દુલ્હનનો તરખાટ! લગ્નની પહેલી રાત્રિએ જ પતિને બતાવી દીધો પરચો

સુરેન્દ્રનગર: રાજ્યમાં લગ્નના નામે છેતરપિંડીના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. જેને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યા છે. યુવકો સાથે લાખોની ઠગાઈ કરી યુવતીઓ ફરાર થઈ જાય છે. હવે આવી જ ઠગાઈની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને પાટણ જિલ્લામાં. સૌ પ્રથમ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ અહીં લીમડીનો યુવક લૂંટેરી દુલ્હનનો બન્યો ભોગ બન્યો છે. યુવક પાસેથી 2.50 લાખ પડાવી લીધાની ઘટના સામે આવી છે. આ સમગ્ર કિસ્સાનો વીડિયો પણ સામે આવ્યો છે. પૈસા લીધા બાદ 21 દિવસમાં જ દુલ્હન ફરાર થઈ ગઈ હતી. માનતા પુરી કરવાના બહાને પરત ગયા બાદ મહિલાઓ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું. ત્યાર બાદ યુવકને જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget