(Source: ECI/ABP News/ABP Majha)
પોરબંદરમાં લોકમેળાની તૈયારીઓ શરૂ, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે
પોરબંદરમાં જન્માષ્ટમીના પાંચ દિવસીય ભવ્ય લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
Janmashtami 2024 mela: પોરબંદરમાં જન્માષ્ટમીના પાંચ દિવસીય ભવ્ય લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચોપાટીમાં સમુદ્ર કિનારે 25થી 29 ઓગષ્ટ સુધી લોકમેળો યાજાશે..જેને લઈ મેળા કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સંદિપ જાદવની ટીમે મેળા ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો આપી હતી. તો રાઇડ્સ માટે sopના નિયમ મુજબ સિમેન્ટનું ફાઉન્ડેશન બનાવવાનું કહેવામાં આવ્યું છે. માર્ગદર્શિકા અનુસાર કામ કરવામાં આવી રહ્યું છે કે નહી તેની પણ તપાસ કરાઇ હતી જે બાદ મંજૂરી આપવામાં આવશે.
લોકમેળામાં મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ૧૩ જેટલા સખી મંડળના સ્ટોલ ફાળવવામાં આવશે. એક મોતનો કૂવો), 9 ચકડોળ, 172 રમકડાના સ્ટોલ, 7 મોટા ફૂડ સ્ટોલ, 103 અન્ય નાના-મોટા ફૂડ સ્ટોલ, સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટેના 15 સ્ટોલ અને બાળકોના મનોરંજન માટે 13 કિડ્સ ઝોન સ્ટોલ ફાળવવામાં આવશે. આ લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સિક્યુરીટી ગાર્ડ પણ તૈનાત કરાશે અને રોજ રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે.
પોરબંદરમાં જન્માષ્ટમીના પાંચ દિવસીય ભવ્ય લોકમેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આ લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટીતંત્ર અને નગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. મેળા કમિટીના અધ્યક્ષ અને પ્રાંત અધિકારી સંદિપ જાદવ, નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીની ટીમે મેળા ગ્રાઉન્ડની મુલાકાત કરી જરૂરી સૂચના આપી માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. પ્રાંત અધિકારી ના જણાવ્યા મુજબ મેળાની તૈયારી બાબતે જણાવતા કહ્યું હતું કે મેળા કમિટીની ટીમ અત્યારે ગ્રાઉંડ ઉપર જે રાઇડ્સ લાગે છે તે માટેના નિયમો મુજબ કામ થઇ રહ્યું છે કે નહી તેની સમીક્ષા કરશે.
જયદીપસિંહ રાણાના જણાવ્યા મુજબ પ્રથમ ગ્રાઉન્ડનો એસ,પી.સી રિપોર્ટ કરાવેલ છે. આ રિપોર્ટના આધારે એન્જિનિયર દ્ધારા ફાઉન્ડેશનની ડ્રોઇંગ રજૂ કરાશે. રાઇડ્સ ડ્રોઈંગમાં દર્શાવેલ લોકેશને પર લગાવાશે. પ્રાંત અધિકારી સંદિપ જાદવે વિગત આપતા જણાવ્યુ હતુ કે જન્માષ્ટમીના લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે ત્યારે તેમની સલામતી અને સુરક્ષાનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તમામ રાઇડ્સની ચકાસણી કરાશે. ત્યાર બાદ મંજૂરી આપવામાં આવશે.
રાજકોટના લોકમેળાનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. યાંત્રિક રાઈડ માટે પ્લોટ ખરીદનારે પિટિશન દાખલ કરી છે. જેથી હાઈકોર્ટ તરફથી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રશાસન દ્વારા રાઈડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે. જેથી ઉચ્ચ અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો લોકમેળા સ્થળે દોડી ગયો હતો અને રાઇડસની કામગીરી અટકાવી દીધી હતી.