શોધખોળ કરો

આવતીકાલથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે, જાણો વિગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 28, 29 અને 30 તારીખે રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે આવશે.

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 28, 29 અને 30 તારીખે રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ બે દિવસ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાત આવશે. તેઓ સૌ પ્રથમ અમદાવાદ પહોંચશે ત્યારબાદ રાષ્ટ્રપતિ રાજભવન-ગાંધીનગર આવશે. સાંજે રાજભવન ખાતે હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને રાજ ભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે. રાષ્ટ્રપતિ તારીખ ૨૯ ઓક્ટોબરે સવારે રાજભવનથી ભાવનગર જવા રવાના થશે.  ભાવનગરના તલગાજરડા ખાતે મોરારિબાપુના આશ્રમની મુલાકાત લેશે અને ભાવનગર ખાતે ૧૦૮૮ જેટલા EWS-PM આવાસોનું લોકાર્પણ કરશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. તારીખ ૩૦મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.

પોલીસ ગ્રેડ પેને લઇને મંત્રી વાઘાણીએ શું કહ્યું?

ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોલીસ આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. કોઈપણ આંદોલનથી સામાન્ય નાગરિકને તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ડ્રાઇવિંગ લાયન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો લાભ લોકોને થવાનો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ડૂપ્લીકેટ લાયસન્સ અને લાયન્સ રિન્યુ કરવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે આજે મોટી જાહેરાત કરી હતી. 

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ઇ-ગ્રામ મારફતે શરૂ કરાશે. ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઇ-ગ્રામ પરથી અરજી કરી શકાશે. સામાન્ય ચાર્જમાં અરજદાર ઇ-ગ્રામ પર અરજી કરી શકશે. વીસીને 20 રૂપિયાનો ચાર્જ ચૂકવી ઇ-ગ્રામ પર ચાર પ્રકારની અરજી કરી શકાશે.

વાઘાણીએ કહ્યું કે, ટેકાના ભાવથી મગફળી વેંચવા પર 2.53 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવથી મગફળી વેચવા 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. સેવા સેતુના કાર્યક્રમની સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. સેવા સેતુ કાર્યક્રમનો લાખો લોકોએ લાભ લીધો છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓએ 4 કરોડ કરૂપિયાની ખાદી ખરીદી છે. એક જ દિવસમાં 1.17 લાખ મીટર ખાદીનું વેચાણ થયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી

વિડિઓઝ

Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10 EBCની માંગ બની પ્રબળ
Jamnagar Police : પૂર્વ મંત્રી, બિલ્ડરને બદનામ કરતી પોસ્ટના આરોપમાં 3ની ધરપકડ
Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
Gujarat Politics: ચૂંટણી પહેલા ગરમાવો, 10% EWS અનામત માટે બિન અનામત વર્ગના નેતાઓ એક મંચ પર, સરકાર ચિંતામાં!
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
પરેશ ગોસ્વામીની આગાહી: શિયાળામાં ચોમાસું બેસશે ? 5 દિવસ રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું એલર્ટ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Budget 2026: વિવારે રજા કેન્સલ! 1 ફેબ્રુઆરીએ શેરબજાર આખો દિવસ ચાલુ રહેશે, વાંચો ટાઈમ ટેબલ
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather: આ 4 દિવસ રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે, અંબાલાલ પટેલની માવઠાની આગાહી
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
WPL 2026: રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની 22 રને હાર, 19મી ઓવર બની ટર્નિંગ પોઈન્ટ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹39,000 નો ભડકો! સોનાનો ભાવ સાંભળીને પરસેવો છૂટી જશે, જાણો લેટેસ્ટ ભાવ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
U19 World Cup: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો ઈતિહાસ
Embed widget