(Source: ECI/ABP News/ABP Majha)
આવતીકાલે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા, પેપરલીક ન થાય તેને લઈ રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો
રાજ્યમાં આવતીકાલે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામર લાગશે.
રાજ્યમાં આવતીકાલે 312 કેંદ્રો પર PSIની પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ગેરરિતી ન થાય તેને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત પરીક્ષા સેન્ટર પર જામર લાગશે. જેના કારણે મોબાઈલ કનેક્ટિવિટી બંધ થઈ જશે. પરીક્ષમાં ગેરરિતી ન થાય તેને લઈ રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી મામલે DGP અને PSI ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી હતી. 6 માર્ચના યોજાવાની PSI ભરતીની લેખિત પરિક્ષા યોજાવાની છે.
ભરતી બોર્ડમાં કેન્દ્ર સંચાલકો સાથે મીટીંગ થઈ છે. પરીક્ષા લઈને 75 પાના ની એક એસઓપી નક્કી કરી છે. છેલા અમુક વર્ષોમાં ભરતી પરીક્ષાની અમુક બાબતો ધ્યાને છે, અમુક ભરતીના પેપર લીક પણ થયા છે. આ બાબતને ધ્યાને રાખી પીએસઆઈ બોર્ડના અધ્યક્ષતાના નાતે બધી જ બાબત ને ગંભીરતાથી લેવામાં આવી છે.
આવતીકાલે 9 થી 11 પોલીસ ભરતી પરીક્ષા યોજાશે. કોરોનાના કારણે ભરતી પરીક્ષા અટકી પડી હતી. શારીરિક કસોટીમાં 4.5 લાખ ઉમેદવારો પૈકી 2.5 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. જેમાંથી 96231 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા છે.
96231 ઉમેદવારો માટે 312 પરીક્ષા કેન્દ્રો નક્કી કરાયા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પરીક્ષા કેંદ્રો છે. 3209 વર્ગ ખંડોમા પરીક્ષા લેવાશે જેમાં સીસીટીવી કેમરા હશે. અમદાવાદ અને ગાંધીનગર બે શહેરોના કેન્દ્રો પર જ પરીક્ષા યોજાશે. શંકાસ્પદ લોકો સામે નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાત પોલીસ PSIઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી પોલીસ સબ ઈન્સપેક્ટરની શારીરિક કસોટીનું પરિણામ ગત જાન્યુઆરીમાં જાહેર થઇ ગયું છે. આ ભરતીમાં લાખો ઉમેદવારોએ કસોટીમાં પાસ થવા માટે પ્રયત્નો કર્યાં હતાં. પરંતુ તેમાં 96 હજારથી વધારે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી. હવે આ ઉમેદવારો પ્રિલિમીનરી પરીક્ષા આપશે.
રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઈ સંવર્ગની કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે સામે આવ્યા હતા. ઉમેદવારો માટે 15 કેન્દ્રો પર શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જે કસોટીઓ પૂર્ણ થતા પીએસઆઈ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.