શોધખોળ કરો

Gujarat Rain: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

:રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે.

ગાંધીનગર: રાજ્યમાં મેધરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત જળબંબાકાર થશે. સાથે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ મન મૂકીને મેઘરાજા વરસશે. હવામાન વિભાગના મતે આજે મહેસાણા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે. 

Gujarat Rain: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

12 જુલાઈના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  13 જુલાઈના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, છોટાઉદેપુર અને દાહોદમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 14 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ  પડી શકે છે.  

મેઘો મૂશળધાર, આજે 10 તાલુકામાં 4 થી 6 ઈંચ વરસાદ

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ બરાબર જામ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેહુલિયો જાણી મનમૂકીને વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગ તરફથી  આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.

આજે કેટલો પડ્યો વરસાદ

10 તાલુકાઓમાં 4થી 6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે 16 તાલુકાઓમાં 2થી 4 ઈંચ  અને 24 તાલુકાઓમાં એક ઈંચ વરસાદ પડ્યો છે.  તલોદ તાલુકામાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે.

  • ઈડર તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 2 કલાકમાં ઈડરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
  • લુણાવાડામાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
  • મહીસાગરના વીરપુરમાં પાંચ ઈંચ વરસાદ
  • ધનસુરામાં ચાર ઈંચ વરસાદ
  • વિસનગરમાં ચાર ઈંચ વરસાદ
  • દાંતામાં ચાર ઈંચ વરસાદ
  • પ્રાંતિજ, વીજાપુર, ખેરાલુમાં ચાર-ચાર ઈંચ વરસાદ
  • મોડાસામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • વિસાવદરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • બાયડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
  • સંતરામપુર, હિંમતનગરમાં 3-3 ઈંચ વરસાદ
  • ઊંઝામાં પોણા 3 ઈંચ વરસાદ
  • શહેરા, ઉમરપાડામાં અઢી-અઢી ઈંચ
  • સંજેલીમાં સવા બે ઈંચ વરસાદ
  • ડોલવણ, માણસામાં સવા બે ઈંચ વરસાદ
  • વઘઈમાં બે ઈંચ વરસાદ
  • મહીસાગરના ખાનપુર, કડાણા, બાલાસિનોરમાં પોણા બે ઈંચ વરસાદ
  • ખેડબ્રહ્મામાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
  • મહીસાગર, માલપુરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો
  • સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો
  • મેઘરજ, કોડીનાર, ઉનામાં દોઢ-દોઢ ઈંચ વરસાદ
  • સરસ્વતી, ચીખલી, જલાલપોરમાં સવા ઈંચ વરસાદ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
૧૭ વર્ષ પછી RCBએ ચેન્નાઈનો ગઢ ધ્વસ્ત કર્યો, પાટીદારની કપ્તાનીમાં બેંગલુરુએ રચ્યો ઈતિહાસ; ૫૦ રને જીત
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
ખુરશીઓ ઉછળી, લાતો અને મુક્કા વરસ્યા; રાજસ્થાન અને કોલકાતાના ફેન્સ વચ્ચેની લડાઈનો વીડિયો થયો વાયરલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Embed widget