શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જાણો લેટેસ્ટ અપડેટ

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક  હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક  હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ કલાક સુધી કેટકાલ જિલ્લાઓમાં ભારેથી લઈ હળવા વરસાદનું અનુમાન છે.

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે કરેલી આગામી ત્રણ કલાકની આગાહી મુજબ,  દાહોદ,  છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ,  નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ,  દાદરા નગર હવેલી, પંચમહાલ, ભાવનગર,  અમરેલી, ગીર સોમનાથ,  દીવ,  જુનાગઢ, બોટાદ, રાજકોટ, આણંદ, મહીસાગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું અનુમાન છે.  કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ મુજબ 27 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો

ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરી છે. તેમના મતે, આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જૂલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ કારણે વરસાદી માહોલ જામ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

Embed widget