શોધખોળ કરો
Advertisement
થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ગઈકાલે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
અમદાવાદઃ થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણના પવનો પ્રવર્તી રહ્યા હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયુ વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે.
બીજી બાજુ રવિવારે રાજ્યમાં 36.4 ડિગ્રી સાથે વડોદરા સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ 2 દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ વરસી શકે છે. જે ખેડૂતો માટે ચિંતાની બાબત છે.
નોંધનીય છે કે, ગઈકાલે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં નદીઓ વહેતી થઈ હતી. તો જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લોર, ફાચારિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. ખાંભાના પચપચીયા, ધૂંધવાણા, બોરાળા, ચકરાવા, હનુમાનપુર, કંટાળા ગામમાં વરસાદ પડ્યો હતો.
અમરેલીના ગીર પંથકના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખાંભાના પચપચીયાની માલણ નદીમાં ઘોડાપુર આવ્યું છે.
રાયડી ડેમના બે દરવાજા એક એક ફુટ ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion