શોધખોળ કરો

રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી, આગામી ત્રણ કલાકમાં આ વિસ્તારમાં ખાબકશે વરસાદ

ગુજરાતમાં પણ વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનના સમાચાર છે ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain: દેશના વિવિધ રાજ્યોમાં સતત પડી રહેલો વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. હિમાચલમાં મૃત્યુઆંક 31 અને ઉત્તર ભારતમાં 20 પર પહોંચી ગયો છે. દરમિયાન, બચાવ કામગીરી પણ ચાલી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વરસાદને કારણે અનેક ઠેકાણે નુકસાનના સમાચાર છે ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા ખેડા મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં નોંધાયો વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના શિહોરમાં સવા પાંચ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં ચાર ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના બોડેલીમાં ત્રણ ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણા, કામરેજમાં અઢી ઈંચ વરસાદ 

છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુરના ક્વાંટમાં અઢી ઈંચ વરસાદ 

બારડોલી, વ્યારામાં નોંધાયો અઢી અઢી ઈંચ વરસાદ 

ઉચ્છલ, સોનગઢ, માંડવીમાં સવા બે ઈંચ વરસાદ 

ઓલપાડ, જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ 

ખાનપુર, ઉમરગામ, ચોર્યાસીમાં દોઢ દોઢ ઈંચ વરસાદ 

નસવાડી, સુરત શહેરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ 

જલાલપોર, કુકરમુંડા, નવસારીમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ 

વલસાડ, ભરૂચ, સુબીરમાં વરસ્યો એક એક ઈંચ વરસાદ 

વાપી, તળાજા, મહુવા, પારડીમાં પોણો પોણો ઈંચ વરસાદ 

સુત્રાપાડા, છોટા ઉદેપુર, નેત્રંગ, આહવામાં અડધો અડધો ઈંચ વરસાદ 

મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લાના વીરપુર તાલુકામાં અલગ અલગ વિસ્તારોમાં સાત કાચા મકાનો ધરાશાયી થયા હતા. જોકે મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
    
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Haridwar: માનસા દેવીમાં મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
Haridwar: માનસા દેવીમાં મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Banaskantha Rain: વડગામ-દાંતીવાડામાં ધોધમાર વરસાદ,  હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
Patan Heavy Rain: સિદ્ધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
Banaskantha Heavy rain: વડગામમાં ફાટ્યું આભ, પોણા આઠ ઈંચ ખાબક્યો વરસાદ | Abp Asmita
Gujarat Heavy Rain Alert :એક સાથે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ | Abp Asmita | 27-07-2025
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
અમદાવાદમાં મેઘતાંડવ: જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Haridwar: માનસા દેવીમાં મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
Haridwar: માનસા દેવીમાં મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? ટૂંક સમયમાં લોન્ચ થશે Hyundai અને Kia ની  3 નવી SUV
નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? ટૂંક સમયમાં લોન્ચ થશે Hyundai અને Kia ની 3 નવી SUV
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
Photo: અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર,1 વાગ્યા સુધી રેડ એલર્ટ
Photo: અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર,1 વાગ્યા સુધી રેડ એલર્ટ
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
Embed widget