શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ પડ્યો, કચ્છના લખપત તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ

હવામાન વિભાગના મતે અમદાવાદમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે. તો શુક્રવારથી વરસાદનું જોર ઘટશે.

Gujarat Rain Data: સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ આજે વરસશે ભારેથી અતિભારે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનના દક્ષિણ ભાગમાં સર્ક્યુલેશન સર્જાયું હતું. જે પશ્ચિમ ભાગ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ગુજરાતનાં સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધાર વરસાદ પડશે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં બે દિવસ વરસાદી માહોલ રહેશે. તો શુક્રવારથી વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 101 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.

24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ

24 કલાકમાં 4 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

24 કલાકમાં 13 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ

24 કલાકમાં 33 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ

24 કલાકમાં રાજ્યના કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ

24 કલાકમાં કચ્છના લખપત તાલુકામાં 7 ઈંચ વરસાદ

24 કલાકમાં કચ્છના રાપર તાલુકામાં 5 ઈંચ વરસાદ

24 કલાકમાં કચ્છના નખત્રાણા તાલુકામાં 5 ઈંચ વરસાદ

24 કલાકમાં કચ્છના ભૂજ તાલુકામાં 4 ઈંચ વરસાદ

24 કલાકમાં મોરબીના માળીયામાં 4 ઈંચ વરસાદ

24 કલાકમાં ટંકારા અને જામનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ

24 કલાકમાં હળવદ અને મોરબી તાલુકામાં 3 ઈંચ વરસાદ

24 કલાકમાં પોરબંદર, વાંકાનેર અને વસોમાં 2-2 ઈંચ વરસાદ

24 કલાકમાં ધ્રોલ, રાણાવાવ અને થાનગઢમાં 2-2 ઈંચ વરસાદ

24 કલાકમાં બારડોલી, કામરેજ અને અબડાસામાં 2-2 ઈંચ વરસાદ

રાજ્યમાં સીઝનનો વરસાદ

રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદના પગલે 34.52 ઈંચ સાથે સીઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે. જુન અને જુલાઈ માસમાં મેઘરાજાએ તોફાની બટિંગ કરતા સરેરાશ 27 ઈંચ વરસાદ પડ્યો છે. પરંતુ ઓગસ્ટ મહિનો કોરોધાકોર જતા આ વખતે સિઝનનો 100 ટકા વરસાદ પૂર્ણ થશે કે કેમ તેને લઈ સંકટના વાદળો દેખાતા હતા. જો કે  સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા મહેરબાન થયા અને છેલ્લા પાંચ દિવસમાં જ સિઝનનો 15 ટકા વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ પણ આ વરસાદને કારણે રાહતનો શ્વાસ લીધો છે. જો કે ગત વર્ષની સરખામણીએ આ વખતે 24 દિવસ મોડો સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થયો છે. રાજ્યના 104 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તો વલસાડ જિલ્લામાં સૌથી વધુ 90 ઈંચ વરસાદ નોધાયો છે અને પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હવે વરસાદની ઘટ નહીંવત છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget