Rain Update: કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 26 તાલુકામાં વરસાદ, કેરીના પાકને 50% નુકસાન
Rain Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે અનેક જગ્યાએ નુકસાન સર્જ્યું છે.

Rain Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ હવે સૌરાષ્ટ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે કેટલાક જિલ્લાને વરસાદ તરબોળ કરી રહ્યો છે. કમોસમી વરસાદે બાગાયચી પાક અને ડાંગર મકાઇ, જુવારના પાકને નુકસાન સર્જ્યું છે. હજું પણ આગામી 2 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ
આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા,અમદાવાદ, મોરબીમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર,જામનગર,સાબરકાંઠા,અરવલ્લી,ગાંધીનગર, રાજકોટમાં વરસાદનું પણ સામાન્ય વરસાદનું અનુમાન છે.
કડીમાં વરસાદે તારાજી સર્જી હતી. ગ્રામ્ય વિસ્તારમાં અલગ-અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે પાકને નુકસાનીની શક્યતા વધી છે. કડીમાં ભારે વરસાદથી રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. પાણી ભરાતા વાહનો ફસાયા હતા. સ્થાનિકો અને પ્રશાસનની મદદથી વાહનોનું રેસ્ક્યૂ કરાયું હતું. જેસીબી મશીનની મદદ લેવી પડી હતી, આ પાણીમાં સ્કોર્પિઓ ગરકાવ થઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
ખેરાલુમાં મોડી સાંજે વાતાવરણમાં પલટા બાદ વરસાદ થયું હતું. ખેરાલુ શહેર અને તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. સામાજિક પ્રસંગોમાં વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો.
અમદાવાદમાં પ્રિમોન્સૂન કામગીરી પાછળ 30 કરોડનો ખર્ચ થયા હતા. છતાં ,મકરબા,ગોતા,માણેકબાગ અને નારણપુરામાં ચોમાસામાં પાણી ભરાવાનું નિશ્ચિત છે. કોઈ જગ્યાએ ડ્રેનેજ-સ્ટોર્મવોટર લાઈનો તૂટેલી,તો ક્યાંક ગટરની મુખ્ય લાઈન જ નથી નખાઈ છે. અહીં થોડો વરસાદે પાણી ભરાઇ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થાય છે.
સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે માવઠાનો માર યથાવત છે. રવિવારે સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધીમાં 26 તાલુકામાં માવઠું થયુ છે. દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને જામનગર જિલ્લામાં દોઢથી અઢી ઈંચ સુધીનો આફતનો વરસાદ ખાબક્યો છે.
કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો અંદાજ છે. પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે.
મહેસાણાના ખેરાલુમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેરાલુ પંથકમાં માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં માવઠાથી ખેતરમાં પાણી ભરાઇ ગયાછે. ભિલોડા તાલુકામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ વસસ્યો. સાબરકાંઠાના પોશીનામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જૂનાગઢ, રાજકોટ, ધોરાજી, ઉપલેટામાં ભારે વરસાદે વિસ્તારોને જળમગ્ન કરી દીધા હતા. હજું પણ 2 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.





















