Rain Forecast:રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ
Rain Forecast:રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ 2 દિવસ વરસાદનું અનુમાન છે.

Rain Forecast:સૌરાષ્ટ્રની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેના કારણે હજુ 2 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે પણ આગામી 2 દિવસ વરસાદનું એલર્ટ આપ્યું છે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું શકયતા છે. રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. તેવામાં રાહતના સમાચાર એ છે કે 14 મે બાદ રાજ્યમાં વરસાદ બંધ થઇ જશે,. 12 મે અને 13 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક જિલ્લામાં હજુ પણ વરસાદનું અનુમાન છે.
આજે કયાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાત. પૂર્વ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ,રાજકોટમા હળવા વરસાદનું અનુમાન છે. 12 મે બાદ વરસાદનું પ્રમાણ ખૂબ ધટી જશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા દેખાઇ રહી છે.જો કે આ વરસાદ મધ્યમ પ્રકારનો હશે. કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઇ હતી. હવે સૌરાષ્ટ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે વરસાદ વરસી રહ્યો છે. 14 મે બાદ વરસાદ બંધ થઇ જતાં બાદ તાપમાન અને બફારામાં વધારો થવાનું અનુમાન છે.
કમોસમી વરસાદના કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40 ટકાનું નુકસાન થયાનો અંદાજ છે. ..પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15 ટકા નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે. ..વરસાદ બંધ થયા બાદ સર્વેની કામગીરી કરાશે.
ચોમાસા પહેલા કમોસમી વરસાદના અનેક જગ્યાએ પાલિકાની નબળી કામગીરીની પોલ ખુલ્લી છે. કડીમાં રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદે નગરપાલિકાની પોલ ખોલી દીધી. અહીં કડી અંડરપાસમાં ભરાયેલા પાણીમાં સ્કોર્પિયો ડૂબતા એકનું મોત થયું છે. બે કાર અને ત્રણ ટ્રક અંડરપાસમાં ભરાયેલા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ સાત લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા પરંતુ કમનસીબે સ્કોર્પિયો ચાલક હર્ષદ પંચાલનું મોત થયું હતું. ફાયર સ્ટેશન હોવા છતા ફાયરની ટીમ સમયસર ન આવ્યાનો પણ લોકો આરોપ લગાવી રહ્યાં છે. JCBની મદદથી ફસાયેલા વાહનોને અંડરપાસમાંથી બહાર કઢવામાં આવી રહ્યાં છે. અંડરપાસમાં ફસાયેલા લોકોને પણ JCBની મદદથી રેસ્ક્યૂ કરાયું હતું. રાત્રે કડીના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.
દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદને કારણે ગરમીથી રાહત મળી હતી, પરંતુ હવે ફરી વરસાદ બંધ થતાં તાપમાનનો પારો ઉંચે જશે અને ગરમી વધશે. હવામાન વિભાગે આજથી પૂર્વ ભારતમાં ગરમી વધવાની આગાહી કરી છે. જ્યારે ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે પવન પવન ગરમીથી થોડી રાહત મળી શકે છે. પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. આજે હવામાન કેવું રહેશે તે જાણીએ ...





















