શોધખોળ કરો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પ્રાંતિજમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્ધારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા  ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના મતે છેલ્લા 24 કલાકમાં તલોદમાં બે ઈંચ, રાજકોટના લોધિકામાં સવા ઈંચ, ભૂજ, નખત્રાણામાં એક એક ઈંચ, વલસાડના વાપીમાં પોણો ઈંચ, વલસાડના કપરાડામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ વરસાદ, ડાંગના આહવામાં પોણો ઈંચ, મોરબીના ટંકારામાં અડધો ઈંચ, ડાંગના વઘઈમાં અડધો ઈંચ, જૂનાગઢ શહેર,તાલુકામાં અડધો ઈંચ, ધ્રોલ, કાલાવડમાં અડધો ઈંચ, માલપુર, પડધરી, વાંકાનેરમાં સામાન્ય વરસ્યો હતો.

તે સિવાય રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીમાં 23.40 ટકા વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 30.57 ટકા , કચ્છમાં સીઝનનો અત્યાર સુધીમાં 26.87 ટકા વરસાદ, દ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 27.08 ટકા વરસાદ, મ.ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 15.15 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીમાં 16.32 ટકા વરસાદ વરસ્યો હતો.

સાત જિલ્લામાં વરસાદની કરાઇ આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના  સાત જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં આજે ગાજવીજ સાથે  વરસાદ વરસી શકે છે. તો રાજ્યના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું  હવામાન વિભાગનું અનુમાન છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં આજે વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો સુરત, નવસારી અને વલસાડમાં પણ  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં  પણ  હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ મુસિબત બનીને ભારે વરસાદ વરસી શકે છે. બિહાર, મધ્ય પ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી છે. તો યુપી, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં મધ્યમ વરસાદનું એલર્ટ  અપાયું છે.માયાનગરી મુંબઈમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ છે.  નવી મુંબઈ, ઠાણે, પાલઘર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈ નજીકના થાણે અને નવી મુંબઈમાં સ્કૂલોમાં રજા  જાહેર કરાઈ છે.                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget