Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગે ફરી એક વખત વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં પાટણ, અમદાવાદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ભાવનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસું નવસારીથી આગળ વધ્યું નથી
નવસારીમાં ચોમાસું પ્રવેશ્યું તેને 10 દિવસ પસાર થયા પરંતુ હજુ ચોમાસું નવસારીથી આગળ જ વધ્યું નથી. હવામાન વિભાગના અનુસાર, 11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું.
હવામાન વિભાગના મતે, ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ચોમાસુ આગળ વધે છે
EMD વૈજ્ઞાનિક સોમા સેને જણાવ્યું હતું કે ચોમાસું આગળ વધ્યું છે અને આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન તે પૂર્વ મધ્ય ભારત અને પૂર્વ ભારતને આવરી લેશે - છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશના ભાગો, પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગો, ઝારખંડ, બિહાર, બંગાળમાં પણ આગળ વધશે. તેમણે વધુમાં કહ્યું કે દેશના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે.
સેને કહ્યું કે દેશના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસથી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. દિલ્હી-એનસીઆર અંગે તેમણે કહ્યું કે અહીં ચોમાસા પહેલા વરસાદ પડી રહ્યો છે. IMDના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું કે આજે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાની સંભાવના છે.
21 જૂન:
- પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે.
22 જૂન:
- સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે.
23 જૂન:
- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે.
24 જૂન:
- અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની શક્યતા છે.