IPL ફાઇનલમાં વાતાવરણ ખેલ બગાડશે ? અંબાલાલે અમદાવાદ માટે કરી મોટી આગાહી
Rain News: જૂન મહિનામાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ 2025ની ફાઇનલ મેચ રમાશે

Rain News: ગુજરાતમાં અત્યારે ચોમાસા પહેલા જ વરસાદી માહોલ જામ્યો છે, આગામી મહિનાથી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગામન થઇ જશે, આગામી જૂન મહિનો અને આઇપીએલ ફાઇનલને લઇને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે વરસાદ અને ભારે પવનો ફૂંકાવવાની વાત કરી છે.
જૂન મહિનામાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે.હાલમાં જ અંબાલાલ પટેલ આગાહી કરી છે કે, જૂન મહિનામાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ 2025ની ફાઇનલ મેચ રમાશે, આ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે. અંબાલાલના અનુમાન પ્રમાણે, 3 જૂને ભારે પવનો ફૂંકાશે, અને આ કારણે ફાઇનલ મેચમાં આંધી-વંટોળ વિલન બની શકે છે, અંદાજિત 50 થી 60 કિમીની ઝડપે પવનો ફૂંકાશે.
અંબાલાલે જૂન મહિનાને લઇને મોટી આગાહી કરતાં જણાવ્યું કે, આગામી મહિને રાજ્યમાં પેટા ચૂંટણી પણ છે, પેટાચૂંટણીના મતદાનમાં વરસાદ વિલન બનશે તો વળી, IPLની ફાઈનલમાં પવન વિઘ્ન લાવી શકે છે. આગામી 19 જૂને મતદાનના દિવસે બંને સ્થળે વરસાદી ઝાપટા પડશે, આ ઉપરાંત મહેસાણા અને જૂનાગઢ જિલ્લામાં વરસાદનું જોર વધશે. જૂનાગઢ અને મહેસાણા જિલ્લામાં 2 થી 3 ઈંચ વરસાદ વરસી શકે છે. મતદાનના દિવસે જૂનાગઢ, મહેસાણા જિલ્લામાં પવનની ગતિ વધુ રહેશે. 3 જૂને અમદાવાદમાં IPLની ફાઈનલમાં પવન વિલન બની શકે છે.
આજનું વરસાદ માટેનું એલર્ટ
આજે ખાસ કરીને ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રેડ અલર્ટના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 70-80 કિ.મીના પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, રાજકોટ, બોટાદ, ખેડા, મહીસાગર, અરવલ્લીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરમાં હળવો વરસાદ પડી શકે છે. ગુજરાતના હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જે અંતર્ગત ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની પૂરી શક્યતા વર્તાઈ રહી છે, જેને પગલે અનેક જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' અને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યા છે.





















