શોધખોળ કરો

Mahisagar Rain: કડાણા ડેમનું જળસ્તર વધ્યુ, 21 ગેટ ખોલીને મહીસાગરમાં છોડાઇ રહ્યું છે પાણી, 106 ગામોને કરાયા એલર્ટ

Mahisagar Rain News: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે

Mahisagar Rain News: છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ પણ ગુજરાતમાં ભાદરવો ભરપૂર થઇ શકે છે. આ બધાની વચ્ચે હવે મહીસાગર નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે. સતત વધતા પાણીની સ્તરને કારણે કડાણા ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે. હાલમાં ડેમના 21 ગેટ ખોલવામાં આવ્યા છે. 

રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ફરીથી હવામાન વિભાગે આગાહી કરી છે. માહિતી પ્રમાણે, મધ્ય ગુજરાતની મોટી નદી મહીસાગરમાં પાણીની મોટી આવક નોંધાઇ રહી છે. હાલની સ્થિતિમાં મહીસાગરના કડાણા ડેમમાં પાણી સતત આવક થઇ રહી છે. કડાણા ડેમમાં હાલ 1 લાખ 47 હજાર 546 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ રહી છે. કડાણા ડેમની જળસપાટી અત્યારે 417.5 ફૂટે પહોંચી છે. પાણીની ભારે આવકથી કડાણા ડેમ 92.31 ટકા ભરાયો છે. ખાસ વાત છે કે, જળસ્તર વધતાં કડાણા ડેમના 21 દરવાજા ખોલીને નદીમાં છોડવામાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નદીકાંઠાના 106 ગામોને એલર્ટ કરાયા છે. લુણાવાડાના તાત્રોલી બ્રિજ પર વાહન વ્યવહારને પણ બંધ કરાયો છે અને મહીસાગર, પંચમહાલ, ખેડા જિલ્લા કલેક્ટરને આ અંગે જાણ કરાઇ છે. વડોદરા, આણંદ જિલ્લાના કલેક્ટરને પણ પત્રથી જાણ કરાઇ છે. સંબંધિત અધિકારીઓને તકેદારી રાખવા સૂચના અપાઇ છે.

રાજ્યના ડેમની શું છે સ્થિતિ?

રાજ્યના કુલ 207 પૈકી 119 જળાશયો ઓવરફ્લો થયા છે.  કચ્છ-સૌરાષ્ટ્રના 99 ડેમ સંપૂર્ણ ભરાયા છે . તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નવ નવ અને ઉત્તર ગુજરાતના બે ડેમ પણ ઓવરફ્લો થયા છે.  પાણીની ભરપૂર આવકથી રાજ્યના 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ પર છે. , 80થી 90 ટકા ભરાયેલા 12 જળાશયો એલર્ટ પર છે  તો 70થી 80 ટકા ભરાયેલા નવ જળાશયો વોર્નિંગ પર છે.

આ પણ વાંચો

Gujarat Rain: ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો

                                                                                                     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
Los Angeles Wildfire: લોસ એજન્લસના જંગલમાં ભયાનક આગ, 30000 લોકો ઘર છોડી ભાગ્યા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
SA vs PAK: પાકિસ્તાની ખેલાડીઓની કપાશે મેચ ફી, ICCએ ફટકાર્યો ભારે દંડ
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Embed widget