શોધખોળ કરો
ગુજરાતના કયા ઝોનમાં અત્યાર સુધીમાં પડ્યો કેટલો વરસાદ? બદલાયેલી પેટર્ન જોઈને થશે આશ્ચર્ય
ગુજરાતમાં સતત બે વર્ષ અછતના ઓછાયા બાદ ફરી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. ત્યારે આ વખતે ચોમાસા પહેલા જ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઈ ગયો હતો

ગુજરાતમાં સતત બે વર્ષ અછતના ઓછાયા બાદ ફરી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે. ત્યારે આ વખતે ચોમાસા પહેલા જ પ્રિ-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઈ ગયો હતો. જ્યારે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ પડવાને કારણે અષાઢના 16 દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો 22.04 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 6 દિવસમાં જ પડેલા વરસાદને કારણે 6.24 ટકાનો વધારો થયો છે. ગત 1લી જુલાઈએ સરેરાશ સામે 15.80 ટકા વરસાદ નોંધાયો હતો જ્યારે 6 જુલાઈના રોજ સવારની સ્થિતિએ 22.04 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડતો હતો અને સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી થતી હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પેટર્ન બદલાઈ હોય એમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. સૂકા પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્રમાં સિઝનનો 41.70 ટકા અને કચ્છમાં 33.45 ટકા વરસાદ નોંધાયો છે. જેની સામે દક્ષિણ ગુજરાતમાં માત્ર 13.56 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.12 ટકા અને મધ્ય ગુજરાતમાં 15.58 ટકા વરસાદ નોંધાયો છે.
| ઝોન | વરસાદ (મીમી) | વરસાદ (%) |
| સૌરાષ્ટ્ર | 282 | 41.7 |
| કચ્છ | 138 | 33.45 |
| દક્ષિણ ગુજરાત | 196 | 13.56 |
| મધ્ય ગુજરાત | 128 | 15.58 |
| ઉત્તર ગુજરાત | 94 | 13.12 |
વધુ વાંચો





















