શોધખોળ કરો
ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યાં, જાણો વિગત
અચાનક આવેલા વરસાદથી આ વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત મળી હતી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ધારી, ચલાલા, ગઢિયા, વીરપુર સહિત આજુબાજુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું

અમરેલીઃ છેલ્લા 20 દિવસથી ગરમીનું જોર યથાવત છે. ત્યારે શુક્રવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જેમાં નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે શુક્રવારે સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને અમેરેલી પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
અચાનક આવેલા વરસાદથી આ વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત મળી હતી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ધારી, ચલાલા, ગઢિયા, વીરપુર સહિત આજુબાજુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને થોડા સમય માટે વરસાદ પડ્યો હતો. આ પહેલા જ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું કેરળના દરિયા કિનારે પહોંચી જશે. આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
અચાનક આવેલા વરસાદથી આ વિસ્તારમાં લોકોને ગરમીથી રાહત મળી હતી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો ધારી, ચલાલા, ગઢિયા, વીરપુર સહિત આજુબાજુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને થોડા સમય માટે વરસાદ પડ્યો હતો. આ પહેલા જ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું કેરળના દરિયા કિનારે પહોંચી જશે. આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. વધુ વાંચો





















