શોધખોળ કરો
Advertisement
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી વરસાદનું જોર ઘટવાની શક્યતા
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
ગાંધીનગર: રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવતી કાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હવામાન વિભાગે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહીનાના અંત સુધીમાં ચોમાસું પૂર્ણ થઈ જશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 134 ટકા વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ સહીતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જો કે આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. જેથી આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે.
રાજ્યમાં ભારે વરસાદના પગલે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા 33 ટકાથી વધારે નુકસાન થયું હોય તેવા ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે.
ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અતિવૃષ્ટીમાં રાજય સરકારે જાહેર કરવામાં આવેલ સહાય અંગે બાકીના અસરગ્રસ્ત જિલ્લાઓનો સમાવેશ કરવા મુખ્યમંત્રી સમક્ષ કિસાન સંઘે માગ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement