આગામી પાંચ દિવસ રાજ્યના આ વિસ્તારમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ ?
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
ગાંધીનગર: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં મોસમનો કુલ ૨૭ ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. 27 અને 28 સપ્ટેમ્બરે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસશે.
ભાવનગર શહેરમાં વરસાદ
ભાવનગર શહેરના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. આજે બપોરના સમયે શહેરના સરિતા સોસાયટી, ચિત્રા, ફુલાસર, નારી, અધેવાડા, સીદસર, સુભાષનગર, ક્રેસન્ટ સર્કલ, કાળાનાળા, વાઘાવાડી રોડ, મેઘાણી સર્કલ, કાળીયાબીડ સહીતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સતત વરસાદના કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે ખેડૂતોના કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચી રહ્યુ છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે બપોરના સમયે સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ શરુ થયો. લીલપુર, બાલેટા, વકડાં સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો.
અમરેલી ચેકડેમ જર્જરીત હાલતમાં
અમરેલીના બગસરાનું પીઠડીયા ગામમાં ચેકડેમમાં પડ્યું મસમોટું ગાબડુ. વરસાદના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા ચેકડેમમાં ગાબડુ પડ્તા આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. સ્થાનિકોના મતે આ ચેકડેમ આશરે 20થી 25 વર્ષ જૂનો છે. પીઠડીયા ગામ અને તેની આસપાસના વિસ્તારના લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી આ ચેકડેમમાંથી આપવામાં આવે છે. આ ડેમમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને રોકવા માટે તાત્કાલીક ધોરણે ડેમનું રિપેરીંગ કામ હાથ ધરાય તેવી સ્થાનિકોએ માગણી કરી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.