શોધખોળ કરો

Gujarat Rain Update:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસ્યો

Gujarat Rain Update:બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઇ છે. છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક ભારે વરસાદ વરસશે. ગઇકાલે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો. રાજયમાં હાલ નવરાત્રિમાં ગરબા મહોત્સવ પૂરજોશમાં ચાલી રહ્યાં છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં વરસાદ વરસતાં ગરબા આયોજકો સાથે ખેલૈયા પર નિરાશ થયા છે. ભારે વરસાદના કારણે અમદાવાદ સહિતના શહેરોમાં મોટાભાગના આયોજકોએ સાતમના ગરબા રદ્દ કર્યાં હતા. ગરબા પંડાલમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાઇ જતાં મોટાભાગના પાર્ટી પ્લોટમાં ગરબા શક્ય ન બન્યા ન હતાં. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટની અસર આજે સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળશે. મેઘરાજા આજે સૌરાષ્ટ્રને ધમરોળશે, ગઇકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઈંચ વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં સૌથી વધુ 8.03 ઈંચ વરસાદ વરસ્યો. તો  ઉમરગામમાં 4.65 ઈંચ, વેરાવળમાં 4.61 ઈંચ,  જૂનાગઢના માંગરોળમાં 4.41 ઈંચ,   કોડીનારમાં 4.25 ઈંચ,  અંકલેશ્વરમાં 4.17 ઈંચ વરસાદ વરસ્યો અન્ય તાલુકાના વરસેલા આંકડા પર  નજર કરીએ...

છેલ્લા 24 કલાકમાં ઉનામાં 4.17 ઈંચ વરસાદ

ધરમપુરમાં 4.09 ઈંચ વરસાદ

ડેડિયાપાડામાં 3.98 ઈંચ વરસાદ

વિસાવદરમાં 3.86 ઈંચ વરસાદ

તાલાલામાં 3.62 ઈંચ વરસાદ

કલ્યાણપુરમાં 3.50 ઈંચ વરસાદ

ખંભાળિયામાં 3.50 ઈંચ વરસાદ

પારડીમાં 3.31 ઈંચ વરસાદ

વલસાડમાં 3.19 ઈંચ વરસાદ

વાપીમાં 3.19 ઈંચ વરસાદ

ઉમરપાડામાં 3.07 ઈંચ વરસાદ

બાબરામાં 2.95 ઈંચ વરસાદ

ઝઘડિયામાં 2.87 ઈંચ વરસાદ

ભરૂચ અને બગસરામાં 2.83 ઈંચ વરસાદ

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચતા રાજયમાં અતિભારે વરસાદનો દૌર શરૂ થયો છે. આ સિસ્ટમ કાલે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા ગઇકાલથી દક્ષિણ  ગુજરાતમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં એન્ટ્રી કરી હતી. સુરત, વલસાડ, નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો. આ સિસ્ટમની અસરથી ગઇકાલ બપોર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં કેટલીક જગ્યાએ ગરબાનું આયોજન રદ કરવામાં આન્યું હતું. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં આગામી 2 ઓક્ટોબર સુધી સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ જતાં અરબી સમુદ્રમાં ગયા બાદ વધુ મજબૂત બને તેવી પણ એક શક્યતા છે. જો આ સિસ્ટમ વધુ  મજબૂત બનશે તો વાવાઝડું પણ સર્જાઇ શકે છે. જો કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતા જ ઓમાન તરફ ફંટાઇ જશે જેથી વાવાઝોડાનો ખતરો નથી.  જો કે આ સિસ્ટમની અસરથી ગઇકાલથી જ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. આ સિસ્ટમની અસર સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થશે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ વરસશે. આ સિવાય દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ખેડા,આણંદમાં પણ ભારે વરસાદ વરસશે

છેલ્લા 24 કલાકમાં હાંસોટ, ગીર ગઢડામાં 2.83 ઈંચ વરસાદ

દેવગઢ બારિયા, ભાવનગરના મહુવામાં 2.83 ઈંચ વરસાદ

અમરેલી, કેશોદ અને ભેંસાણમાં 2.80 ઈંચ વરસાદ

કુકાવાવમા 2.48 ઈંચ વરસાદ

વંથલીમાં 2.36 ઈંચ વરસાદ

નડિયાદમાં 2.32 ઈંચ વરસાદ

ભાણવડમાં 2.28 ઈંચ વરસાદ

સુબીરમાં 2.24 ઈંચ વરસાદ

ધારી, સુરતના માંગરોળમાં 2.20 ઈંચ વરસાદ

ખેરગામ, સાગબારા, નિઝરમાં 2.17 ઈંચ વરસાદ

ગઇકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદના કારણે નવરાત્રિના ગરબાના રંગમાં ભંગ પડયો છે. ગરબાના પંડાલ જળમગ્ન થતાં અનેક સ્થળોએ  ગરબાનું આયોજન મુલતવી રખાયું હતું 

માળિયા હાટિના, કામરેજ, રાજુલામાં 2.13 ઈંચ વરસાદ

જામનગર, જેસર, મેંદરડામાં 2.12 ઈંચ વરસાદ

જાફરાબાદ, શિનોરમાં 2.01 ઈંચ વરસાદ

માણાવદર, વાલિયા, સાવરકુંડલામાં 1.93 ઈંચ વરસાદ

ઓલપાડ, ખાંભા, પોરબંદરમાં 1.85 ઈંચ વરસાદ

મહુધા, રાણાવાવમાં 1.81 ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget