શોધખોળ કરો
રાજ્યના 49 તાલુકામાં નોંધાયો વરસાદ, સૌથી વધુ જૂનાગઢના માળિયામાં અઢી ઈંચ
ગુજરાતમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં પડ્યો છે.
![રાજ્યના 49 તાલુકામાં નોંધાયો વરસાદ, સૌથી વધુ જૂનાગઢના માળિયામાં અઢી ઈંચ Rainfall recorded in 49 talukas of the state રાજ્યના 49 તાલુકામાં નોંધાયો વરસાદ, સૌથી વધુ જૂનાગઢના માળિયામાં અઢી ઈંચ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/09225735/maliya-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ : ગુજરાતમાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળિયામાં પડ્યો છે. માળિયામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના માંગરોલ, ભાવનગરના મહુવામાં અને સુરતના ઓલપાડમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
રાજ્યના 8 તાલુકાઓમાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડયો છે. છેલ્લા 2 કલાકમાં જુનાગઢના માળિયા હાટીનામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માંગરોળ ભાવનગરના મહુવા 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વલસાડના ધરમપુરમાં 2 ઇંચ, રાજકોટના જામકંડોરણામાં 1.5 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 1.4 ઇંચ, ભાવનગરના મહુવામાં 1.4 ઇંચ, સુરતના ઓલપાડમાં 1.3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
અમરેલીના રાજૂલાના ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદથી બરપટાણાની ઘેડ નદી બે કાંઠે વહી રહી છે. ધારી ગીર પંથકમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે. પોરબંદરના બરડા પંથકના ગામોમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. પોરબંદરના મોરાણા, ખીસ્ત્રી, ફટાણા સહિતના ગામોમાં 2થી 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ પણ વરસાદી માહોલ યથાવત રહશે. અપર એયર સાક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)