કચ્છ અને પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ તૈનાત
રાજ્યમાં આગામી 24 કલાક સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Background
રાજ્યમાં આગામી 24 કલાક સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 24 કલાક દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. સાત સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રીય થશે. છેલ્લા બે દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં નોંધાયો વધારો. રાજ્યમાં 42 ટકા વરસાદની ઘટ છે.
કચ્છમાં વરસાદ
સતત ત્રીજા દિવસે કચ્છમાં વરસાદ વરસ્યો છે. મુન્દ્રામાં પોણા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઇંચ, ભચાઉ-માંડવીમાં સવા, ભુજમાં એક અને નલિયામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદની આગાહીને લઈને પોરબંદર જિલ્લામાં NDRFની તૈનાત કરાઈ હતી. છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે વરસાદની કરી આગાહી