શોધખોળ કરો

Gujarat Weather:ગુજરાતમાં હજુ 2થી3 દિવસ રહેશે વરસાદી માહોલ, જાણો ક્યાં વિસ્તારને ઘમરોળશે મેઘરાજા

ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં સમાન્ય વરસાદ પડ્યો છે, હવામાન વિભાગે હજુ 2થી 3 દિવસ વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather:ચોમાસાની વિધિવત વિદાય થઇ ગયા બાદ ફરી એકવાર ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે  દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં સમાન્ય વરસાદ પડ્યો છે. વડોદરા, આણંદ અને વલસાડના (Valsad) વાપી સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અરવલ્લીના મોડાસા, મેઘરજ, માલપુર અને ધનસુરામાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ આગામી 2થી3 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ, ગાંધીનગર,  વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે.  9 ઓક્ટોબરથી વરસાદની શકયતા નહિવત છે.  કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સામાન્ય વરસાદ રહેશે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે આગામી   2થી 3 દિવસ રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદ થઇ શકે છે. જેના લીધે ખેતરમાં ઊભા મગફળી, કપાસ અને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે. મેઘરાજાના પુન: આગમન પગલે ચિંતામાં મુકાયા છે.

વાતાવરણમાં અચાનક પલટો આવતા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પ્રધાનમંત્રીના આગમનની ચાલતી તૈયારી ઉપર વરસાદ વિઘ્નરૂપ બન્યો છે.સભા સ્થળે પાણી ભરાતા  કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઇ ગયું. આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયું છે. બનાસકાંઠાના દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો હળવો વરસાદ પડ્યો હતો. 
બપોર બાદ નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  રાજપીપળા, કેવડિયા સહિત તિલકવાડા, ડેડિયાપાડા, સાગબારા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. સતત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોના મુખ્યમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. 

વડોદરા શહેર સહિત સાવલી વિસ્તારમાં પણ  ધોધમાર વરસાદ વરસ્યો છે.  સાવલી નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.  ગોઠડા, ટુંડાવ, બહુથા, મંજુસર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે.  
મહીસાગર

મહીસાગર જિલ્લાના લુણાવાડા તેમજ આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત સવારથી થઇ ગઇ છે. લુણાવાડા હાડોડ ચારણગામ વરધરી લાલસર વગેરે ગ્રામ્ય પંથકમાં વરસાદ

વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જિલ્લામાં વરસી રહેલો પાછોતરો વરસાદ ખેતીને પણ ભારે  નુકસાન કરી રહ્યોછે. 

વરસાદ નવસારીમાં પણ આફતરૂપ બન્યો અહીં  નવસારી શહેરમાં ફરી ભુવા રાજ  જોવામળ્યું. થોડા વરસાદે સ્ટેશનથી જલાલપોર જતા માર્ગ પર ભૂવો પડી જતાં ભવાની માતાના મંદિર પાસે એક કાર ફસાઇ ગઇ હતી. . ભારે જહેમત બાદ કારને ભૂવા માંથી બહાર કાઢવામાં આવી હતી.

પાછોતરા વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.  સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.  મગફળી, કપાસ સહિત તૈયાર પાક પલળી ગયો છે.  વીઘા દીઠ 20થી 22 હજારનો ખર્ચ કરી ખેડૂતોએ કપાસ વાવ્યું હતું પરંતુ વરસાદના કારણે કપાસ પીળુ પડી  જવાની સાથે તેમા જીવજંતુનો ઉપદ્રવ થવાની ભીતિ ઉભી થઈ છે.  આવી જ સ્થિતિ મહીસાગર જિલ્લામાં સર્જાઈ છે.  અહીં મોટી માત્રામાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે ખેડૂતો ખુશ હતા. પરંતુ ગઈકાલે રાત્રે  ભારે પવન સાથે બાલાસિનોરમાં બે ઈંચ  જ્યારે લુણાવાડામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ડાંગરનો પાક પલળી ગયો હતો. આ આણંદ જિલ્લાના ખેતરો તળાવમાં ફેરવાયા છે.  કપાસ અને તમાકુનો ઉભો પાક પલળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget