(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે IAS અધિકારી રાજકુમારે ચાર્જ સંભાળ્યો
રાજ્યના નવા સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સંભાળ્યો છે. મુખ્ય સચિવ પંકજ કુમારે રાજકુમારને ચાર્જ સોંપ્યો છે. બંને IAS અધિકારી એક સાથે મુખ્ય સચિવના કાર્યાલયે પહોંચ્યા હતા.
ગાંધીનગર: રાજ્યના નવા સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સંભાળ્યો છે. મુખ્ય સચિવ પંકજ કુમારે રાજકુમારને ચાર્જ સોંપ્યો છે. બંને IAS અધિકારી એક સાથે મુખ્ય સચિવના કાર્યાલયે પહોંચ્યા હતા.
આજે પંકજ કુમાર નિવૃત્ત થયા છે. આજથી ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર હશે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારે ચાર્જ સંભાળ્યો છે. રાજકુમાર 1987 બેચના IAS અધિકારી છે અને તેઓ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા.
પંકજ કુમારનો કાર્યકાળ આજે (31 જાન્યુઆરી) પૂર્ણ થયો
27 ઓગસ્ટ 2021ના રોજ રાજ્ય સરકારે 1986ની બેચના આઈએએસ ઓફિસર પંકજ કુમારની ગુજરાતના નવા ચીફ સેક્રેટરી નિમણુંક કરી હતી. તેમણે અનિલ મુકીમની જગ્યાએ ચીફ સેક્રેટરી તરીકે 31 ઓગસ્ટથી ચાર્જ સંભાળ્યો હતો. 6 મે, 1962ના રોજ જન્મેલા પંકજ કુમારની 25 ઓગસ્ટ, 1986ના રોજ આઈએએસ તરીકે વરણી થઈ હતી. તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરવાની સાથે આઈઆઈટી કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ વિષયમાં બીટેકની ડિગ્રી પણ મેળવેલી છે. તેમણે પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટ વિષય સાથે એમબીએનો પણ અભ્યાસ કરેલો છે. પટણાના પંકજ કુમારની ગુજરાત સરકારે 15 જુન, 2017ના રોજ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી હતી.વિદાય લઈ રહેલા ચીફ સેક્રેટરી અનિલ મુકીમ બાદ તેઓ ગુજરાત બેચના આઈએએસ ઓફિસરોમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. ગુજરાત કેડરના બીજા વરિષ્ઠ અધિકારીઓ સ્વ.ગુરુપ્રસાદ મહાપાત્ર, વિપુલ મિત્રા અને રાજીવ કુમા્ર ગુપ્તા તેમના બેચમેટ હતા. તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થયો છે.
નાણામંત્રીએ લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે, 2023-24માં 6-6.8 ટકા વચ્ચે રહેશે GDP
રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો હતો. આજથી બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે સંસદમાં 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે દેશની ભાવિ આર્થિક દિશા અને સ્થિતિ શું હશે, આવતીકાલે તેની બ્લૂ પ્રિન્ટ દેશની સામે હશે. જોકે આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે, જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં આર્થિક વૃદ્ધિ દર 8.7 ટકા હતો.
આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2022-23માં આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે, જ્યારે 2021-22 માટે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે 2022-23માં ભારતીય અર્થતંત્ર 8 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ હતો. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે આર્થિક વિકાસ દર ગયા વર્ષે વ્યક્ત કરાયેલા અંદાજ કરતાં ઓછો હોઈ શકે છે.
ઇકોનોમિક સર્વેની હાઇલાઇટ્સ
આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંકટ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવી છે અને કોરોનાને કારણે ખેતી પર ન્યૂનતમ અસર જોવા મળી છે. ફુગાવાના ઊંચા દરને કારણે ખાનગી રોકાણ અવરોધાયું છે. જો કે, કોરોનાને કારણે બે વર્ષ મુશ્કેલ હતા અને કોરોનાની સાથે મોંઘવારી પણ પોલિસીઓને અસર કરી છે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચમાં વધારો કર્યો છે. કોરોનાની સૌથી વધુ અસર સર્વિસ સેક્ટર પર જોવા મળી છે.
ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એક વખત રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે રાહત મળી જાય તો પછી આગામી દાયકાઓમાં ભારતીય અર્થવ્યવસ્થા વધુ ઝડપી ગતિએ આગળ વધશે. સર્વે મુજબ ભારતીય અર્થવ્યવસ્થાનો આઉટલૂક કોરોના પહેલા કરતા સારો છે અને આવનારા વર્ષોમાં અર્થવ્યવસ્થા તેની સંપૂર્ણ ક્ષમતા સાથે વિકાસ કરશે.