Parimal Nathwani: વેરાવળના પ્રતિષ્ઠિત ડોક્ટરના આપઘાત મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન
વેરાવળ: ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.
વેરાવળ: ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે, ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.
I deeply mourn sad demise of Dr Atul Chug, a reputed physician of Gir-Somnath dist. The circumstances in which he committed suicide are shocking. Praying for the peace of the departed soul. Requesting GoG to investigate the circumstances leading him to tragically end his life. pic.twitter.com/EIF1JuHPr0
— Parimal Nathwani (@mpparimal) February 13, 2023
શું કહ્યું પરિમલ નથવાણીએ?
પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું. ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી
નામાંકિત ડોક્ટરના આપઘાતમાં ગુજરાતના મોટા નેતાનું નામ સામે આવતા ખળભળાટ
વેરાવળમાં નામાંકિત તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હવે આ આત્મહત્યા પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે. રાજકીય આગેવાનના કારણે ડોક્ટરે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડૉ. અતુલભાઈ ચગે લખેલી સુસાઈડ નોટમાં મોટા ગજાના રાજકીય આગેવાન અને તેના પિતાના નામનો ઉલ્લેખ છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. શહેરના નામાંકિત તબીબની આત્મહત્યામાં રાજકીય આગેવાનનું નામ સામે આવતા રાજકારણ ગરમાયું છે. હાલ શહેરભરમાં રાજકીય આગેવાનના નામ સાથેની સ્યુસાઇડ નોટ વાયરલ થઈ હોવાની ચર્ચા છે. જો કે, આ અંગે પોલીસ તરફથી કોઈ આધિકારીક નિવેદન હાલ સુધી આપવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે, વેરાવળના પ્રતિષ્ઠિત તબીબે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ડો.અતુલ ચગ શહેરના નામાંકિત તબીબ હોવાની સાથે સાથે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. તબીબે હોસ્પીટલની ઉપરના માળે આવેલ મકાનમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં હોસ્પીટલે રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓ પણ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસનો ઘમધમાટ હાથ ધર્યો હતો. તબીબના ગળાફાંસો ખાવા પાછળ શહેરભરમાં ચોંકાવનારી ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.