શોધખોળ કરો
Advertisement
અમૂલ ડેરીના ચેરમેન તરીકે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ક્યા નેતાની વરણી નક્કી ? વાઈસ ચેરમેન બનવા ક્યા દે ધુરંધરો વચ્ચે જંગ ?
ચેરમેનપદ માટે ૧ અને વાઇસ ચેરમેનપદ માટે ૨ ઉમેદવારીપત્ર નોંધાયા છે. કોર્ટના નિર્દેશને પગલે મતપેટીઓ સીલ કરાઇ છે.
આણંદઃ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનનીની નિયુક્તિ માટે પ્રાંત અધિકારી જે.સી. દલાલની હાજરીમાં મતદાન કરવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ચેરમેનપદે રામસિંહ પરમાર બિનહરીફ જાહેર થયા છે. જ્યારે બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે મતદાન પ્રક્રિયા યથાવત રાખવામાં આવી હતી.
વાઇસ ચેરમેનપદે કોંગ્રેસના બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને ભાજપના બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશ પાઠકે ઉમેદવારી નોંધાવતા માત્ર વાઇસ ચેરમેનની ચુંટણી માટે બેલેટ પેપરથી મતદાન હાથ ધરાયુ હતું. જોકે હાઇકોર્ટના નિર્દેશને પગલે મતપેટી સીલ કરીને પરિણામ જાહેર કરાયુ નથી.
છેલ્લા ૨૦ વર્ષથી સહકારી ક્ષેત્રે દબદબો જાળવી રાખવામા સફળ રહેલા રામસિંહ પરમાર સામે હાજર એકપણ હરીફ ઉમેદવારે નામાંકનપત્ર રજુ ન કરતાં તેઓ બિનહરીફ ચુંટાઇ આવ્યા છે. પરંતુ સત્તાવાર જાહેરાત કોર્ટના આદેશ બાદ થશે. તેમ સહકારી આગેવાને જણાવ્યુ છે.
જસ્ટિસ બિરેન વૈષ્ણવે આદેશ કર્યો હતો કે, સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ પ્રતિનિધિઓના મત પણ અલગ સીલબંધ કવરમાં રાખવામાં આવે.અને ચૂંટણીના પરિણામો હાઇકોર્ટના આદેશને આધિન રહેશે. કોર્ટે આ અંગે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે. જેની વધુ સુનાવણી ૨૪મી નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે, અમૂલ ડેરીના કોંગ્રેસ સમર્થિત ત્રણ ડિરેક્ટરો કાંતિભાઇ સોઢા પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર અને સંજયભાઇ પટેલે હાઇકોર્ટમાં પિટિશન કરી અમૂના નિયામક મંડળમાં સરકાર દ્વારા નીમવામાં આવેલા ત્રણ ડિરેક્ટરની નિમણૂકને પડકારી હતી.
ચૂંટણી બાદ પ્રાંત અને ચુંટણી અધિકારી જે.સી.દલાલે જણાવ્યુ કે ચેરમેનપદ માટે ૧ અને વાઇસ ચેરમેનપદ માટે ૨ ઉમેદવારીપત્ર નોંધાયા છે. કોર્ટના નિર્દેશને પગલે મતપેટીઓ સીલ કરાઇ છે. જેનો સમગ્ર અહેવાલ કોર્ટને મોકલી અપાશે. પ્રક્રિયા અંગે કોર્ટના આદેશ અનુસાર આગળની વધુ કાર્યવાહી હાથ ધરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement