શોધખોળ કરો

ગુજરાતના કયા શહેરમાં કોરોનાને કારણે અષાઢી બીજે નીકળતી રથયાત્રા મુલતવી રાખવામાં આવી? 

ગત વર્ષે કોરોના મહામારીમાં રથયાત્રા બંધ રાખ્યા પછી આ વર્ષે પણ મોડાસા ખાતે રથયાત્રા મુલતવી રખાઈ છે. કોરોનાના કારણે સતત બીજા વર્ષે રથયાત્રા મુલતવી રાખવામાં આવી છે. ૩૮માં વર્ષે બીજી વખત રથયાત્રા નીકળશે નહીં. બાલકદાસજી મંદિર પરિસરમાં જ ભગવાને રથમાં બેસાડી પરિક્રમા કરાશે.

મોડાસાઃ ગુજરાતમાં અષાઢી બીજે અમદાવાદ સહિત અનેક શહેરોમાં રથયાત્રા યોજાય છે. ત્યારે અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા નીકળશે કે નહીં, તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાથી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 

ગત વર્ષે કોરોના મહામારીમાં રથયાત્રા બંધ રાખ્યા પછી આ વર્ષે પણ મોડાસા ખાતે રથયાત્રા મુલતવી રખાઈ છે. કોરોનાના કારણે સતત બીજા વર્ષે રથયાત્રા મુલતવી રાખવામાં આવી છે. ૩૮માં વર્ષે બીજી વખત રથયાત્રા નીકળશે નહીં. બાલકદાસજી મંદિર પરિસરમાં જ ભગવાને રથમાં બેસાડી પરિક્રમા કરાશે.

અમદાવાદમાં રથાયાત્રા નીકળશે કે નહીં? મહંત દિલીપદાસજીએ શું આપ્યું મોટું નિવેદન?

અમદાવાદઃ આજે જેઠ સુદ પૂનમ એટલે જળયાત્રા. આજે જગનાથજીની જળયાત્રા નીકળી હતી. આ સાથે આજથી રથયાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે. સાબરમતી નદીના આરે ગંગા પૂજન થયું હતું. ગંગા પૂજનમાં ડે.સીએમ નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. 108 કળશમાં જળ લાવીને ભગવાનનો જળાભિષેક કરાયો હતો.

હવે જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીનું રથયાત્રાને લઈને પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. રથયાત્રા માટે સમય સંજોગો જોઈને નિર્ણય કરીશું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 143 વર્ષથી જેનું આયોજન થઈ રહ્યું છે તેવા મંદિરના આગણામાં અનેરો મહોત્સવ યોજાયો. મંદિરના ટ્રસ્ટીની ઉપસ્થિતિમાં જળયાત્રા યોજી છે. મર્યાદિત ધોરણે જળયાત્રા યોજી અને સાબરમતી નદીના પવિત્ર પાણી દ્વારા જળાભિષેક કરાયો. વિશેષ આનંદ એ છે કે આ મંદીર જ નહીં ગૌશાળા પણ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. ટેલીમેડીસીન અને વેકસીનેશનની કામગીરીઓ જગન્નાથ મંદિર ખાતે કરવામાં આવી છે. ઐતિહાસિક જળયાત્રા પૂર્ણ થઈ છે. જળ અભિષેક કરવામાં આવ્યો છે. રથયાત્રા નક્કી આગામી દિવસમાં કરીશું. ટ્રસ્ટ સાથે સકલનમાં રહીને રથયાત્રા કરવામાં આવશે.

અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, રથયાત્રાને લઈને સરકાર અત્યારે કોઈ જ નિર્ણય લેવા નથી માંગતી. યોગ્ય સમયે રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. 

Rathyatra 2021: અમદાવાદની જગન્નાથ રથયાત્રા યોજાશે કે નહીં ? જાણો ક્યારે થઈ શકે છે જાહેરાત

ભારતમાં જગ્ન્નાથપુરી પછી  બીજી જાણીતી અમદાવાદની રથયાત્રા ચાલુ વર્ષે જાશે કે નહીં તેની ફરીથી અટકળો શરૂ થઈ ગઈ છે.  જગન્નાથ મંદિરના મંહત દિલીપ દાસજી પણ ઇચ્છે છે કે રથયાત્રા નીકળે. પરંતુ, આઇબીના રિપોર્ટમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું કે કોરોનાની પ્રથમ લહેર બાદ જે રીતે બેદરકારી બહાર આવી હતી અને  બીજી લહેરમાં મોટાપાયે લોકોએ જીવ ગુમાવ્યા ત્યારે સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ધાર્મિક લાગણી કરતા ગુજરાતની સ્થિતિ જોખમી ન બને તે જરૂરી છે.

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી રથયાત્રા તેમજ અન્ય તહેવારોને લઇને તમામ વિગતો સાથે રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રથયાત્રાના પરંપરાગત રૂટ પર કરફ્યુ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો  પણ લોકો એકઠા થવાના પુરેપુરા સંજોગો છે અને પરિણામે સ્થિતિ ડામાડોળ થઇ શકે તેમ છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે. 

રિપોર્ટમાં રાજ્યમાં અન્ય શહેરોમા યોજાનારી રથયાત્રાઓને ચાલુ વર્ષે ન યોજવા માટે તાકીદ કરવામાં આવી છે.  સાથેસાથે જન્માષ્ટમીનો મેળો કે અન્ય તહેવારોની ઉજવણી ન કરવા માટે  સુચિત કરાયા છે. જેમાં રથયાત્રાના રૂટ પર ભગવાનના રથને જ પસાર કરવામાં આવે અને આ વિસ્તારમાં કરફ્યું જાહેર કરવામાં આવે. જેથી રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર નીકળી શકે. પંરતુ, રથયાત્રાને લઇને સેન્ટ્રલ આઇબી (ઇન્ટેલીજન્સ બ્યુરો) એ  આ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સોંપ્યો છે. સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર અમદાવાદની રથયાત્રા જ નહી પણ રાજ્યની તમામ રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાનું આયોજન રદ કરવાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારે આ રિપોર્ટના આધારે રાજ્ય સરકારે રથયાત્રાને માત્ર મંદિર પરિસરમાં જ યોજવા માટે 24 જુન બાદ જાહેરાત કરી શકે છે.

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના તાબામાં આવતા સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા  માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો છે. તો હવે કેન્દ્ર સરકારના ઇન્ટેલીજન્સ વિભાગે પણ વિસ્તૃત રિપોર્ટ આપ્યો છે.

ઇન્ડિયન મેડીકલ એસોશીએનના તબીબોએ પણ સરકારને આ બાબતે એલર્ટ કરી છે કે ભીડભાડ ન થાય તેમજ તહેવારોમાં લોકો ભાન ન ભુલે તે માટે સરકારે ધ્યાન રાખવું જરૂરી છે. નહીતર સંભવિત ત્રીજી લહેર જોખમી બની શકે તેમ છે. આમ, હવે રિપોર્ટને આધારે રાજ્ય સરકારને નિર્ણય લઇ શકશે. તો સાથેસાથે કેન્દ્ર સરકાર પણ રિપોર્ટના આધારે રાજ્યની રથયાત્રાનો નિર્ણય લઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget