શોધખોળ કરો
Advertisement
ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોનાથી સાજા થયેલા બે દર્દીઓને ફરી થયો કોરોના
ગુજરાતમાં પ્રથમવાર એવી ઘટના બની છે જેમાં સ્વસ્થ થયેલા દર્દીઓ ફરીવાર પોઝિટીવ નોંધાયા હતા.
પાટણઃ પાટણના સિદ્ધપુરમાં કોરોનાથી સ્વસ્થ થયેલા બે દર્દીઓને ફરીવાર કોરોના થયો હતો. મળતી જાણકારી અનુસાર, પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં કોરોનાથી સ્વસ્થ થયેલા બે વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગુજરાતમાં પ્રથમવાર એવી ઘટના બની છે જેમાં સ્વસ્થ થયેલા દર્દીઓ ફરીવાર પોઝિટીવ નોંધાયા હતા.
મળતી જાણકારી અનુસાર, પાટણના નેદ્રામાં તાજેતરમાં જ રજા આપવામાં આવેલા કોરોનાના 11 દર્દીઓ પૈકીના બે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં 55 વર્ષની એક મહિલા અને 60 વર્ષના એક પુરુષનો સમાવેશ થાય છે. નેદ્રા ગામના બે દર્દીઓના સેમ્પલ નેગેટીવ આવતા ધારપુર મેડીકલ કોલેજ ખાતેથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા પરંતુ ફરીવાર પોઝિટીવ આવતા તેમને આઇસોલેશનમાં ખસેડાયા હતા. જોકે, સ્વસ્થ થયા બાદ તેમને ક્વોરેન્ટાઇન રખાયા હતા. જોકે, બાદમાં બંન્નેના ફોલોઅપ સેમ્પલ લેવાતા પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement