Dahod: પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે ગુજરાતના આ ગામના લોકો, નલ સે જલ યોજના માત્ર કાગળ પર
દાહોદ: વિસ્તારના વાંદરીયા ગામમાં પાણીના એક એક ટીંપા માટે ગ્રામજનો તરસી રહ્યા છે. હાલમાં આ ગામના લોકોને રેલવેના આરપીએફ બેરેકના પાણીની પાઇપલાઈનનો સહારો છે. તંત્રના સબ સલામતના દાવાને શરમશાર કરતી આ ગામની સ્થિતિ છે.
દાહોદ: વિસ્તારના વાંદરીયા ગામમાં પાણીના એક એક ટીંપા માટે ગ્રામજનો તરસી રહ્યા છે. હાલમાં આ ગામના લોકોને રેલવેના આરપીએફ બેરેકના પાણીની પાઇપલાઈનનો સહારો છે. તંત્રના સબ સલામતના દાવાને શરમશાર કરતી આ ગામની સ્થિતિ છે.
પાણી માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
દાહોદના વાંદરીયા ગામ અને અહીંના ગ્રામવાસીઓ માટે રેલવે પોલીસનું આરપીએફ બેરેક આશીર્વાદ અને અમૂર્ત સમાન બન્યું છે. એકતરફ કાળઝાળ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે આ લોકોને તરસ્યા રહેવાનો વારો આવી રહ્યો છે. લગભગ ત્રણ હજાર ઉપરાંત વસ્તી અને લગભગ 10 ઉપરાંત ફળિયા ધરાવતા આ ગામમાં પાણી માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણાં વર્ષોથી પાણી સમસ્યા સામે સ્થાનિક લોકો ઝઝુમી રહ્યા છે.
કુવામાં પાણીનું ટેન્કર મંગાવી ખાલી કરવામાં આવે છે
ગામ નજીક આવેલ રેલવેના આરપીએફ બેરેકના પાઇપ લાઈનનું પાણી ગ્રામજનોની તરસ બુજાવે રહ્યો છે. કારણ કે ગામમાં પાણીની અન્ય કોઈ સુવિધા ન હોય, હેન્ડપંપ, બોરમાં પાણી નીચે ઉતારતા લોકોના હાલ બેહાલ છે. જેથી મહિલાઓ વહેલી સવારે કે દિવસે ધમધમતા તાપમાં બેડલાં માથે લઇ ગરમ લૂમાં પણ અહીંયા આવતી હોય છે. એકતરફ ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે પહોંચતા આ કુવામાં પણ પાણીની અછત સર્જાઈ છે જેથી કુવામાં પાણીનું ટેન્કર મંગાવી ખાલી કરવામાં આવે છે જેથી લોકોને પાણી મળતું રહે.
રજુવાત કરી તો પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી
વર્ષોથી ગામવાસીઓને પુરતા પ્રમાણમાં પાણીના મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ગામ નળ સે જળ યોજના અંતર્ગત પાણીની પાઇપ અને નળ તો લગાવવાં આવ્યા છે પણ પાણી આજ દિન સુધી આવ્યું નથી. ત્યારે ગ્રામવાસીઓને તેનો લાભ મળે અને લોકોને પાણી મળી રહે તેવુ લોકો ઇચ્છી રહ્યા છે. ખાસ જયારે મનુષ્ય માટે પાણી માટે તરસવું પડતું હોય ત્યરે પશુ પંખીની પણ હાલત કફોડી બની રહી છે. ઘરના ગાય, ભેંસ, બકરી સહીત પશુઓની હાલત પણ કફોડી થઇ છે. ગ્રામજનોએ રજુવાત કરી તો પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી અને એકતરફ સરકાર ઘર ઘર પાણીની વાતો કરી રહી છે ત્યારે આ ગામના દ્રસ્યો સામે પોકળ સાબિત થાય છે.





















