(Source: ECI/ABP News/ABP Majha)
GSEB HSC Result Today : ગુજરાત બોર્ડ ધોરણ 12નું આજે પરિણામ થશે જાહેર, વોટસઅપ અને વેબસાઇટ બંને પરથી આ રીતે જોઇ શકાશે
GSEB HSC Result Today : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન, આર્ટસ અને કોર્મસ સ્ટ્રીમની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થશે.
GSEB HSC Result Today :ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલી ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું (GSEB HSC 12th Science Commerce, arts,)નું પરિણામ આજે જાહેર થશે. વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ જોઇ શકશે. સવારે 9 કલાકે વેબસાઇટ પર પરિણામ મૂકાશે.
માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષા ધોરણ 12 , વિજ્ઞાન પ્રવાહ (GSEB HSC 12th Science), સામાન્ય પ્રવાહ અને કોમર્સનું પરિણામ 9 મે ગુરૂવાર એટલે કે આજે સવારે રોજ સવારના 9.00 કલાકે જાહેર કરવામાં આવશે.ગુજરાત બોર્ડની પરીક્ષાનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જોઇ શકાશે. આ પરિણામ જોવા માટે વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓએ પોતાના બેઠક ક્રમાંક નાખીને એન્ટર બટન દબાવવાનું રહેશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 6357300971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.

ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષાની માર્કટસીટ મેળવવા માટે ક્યા સમયે જવું તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે, ઉપરાંત પેપરના રિએસએસમેન્ટ માટેની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, 2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમના પરિણામ પણ 9 મે, 2024ના રોજ સવારે 9 વાગે જાહેર થશે.
નોંધનિય છે કે, ગુજરાત બોર્ડની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ હતા.