(Source: ECI/ABP News/ABP Majha)
ગાંધીનગર: ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામને લઈને મહત્વની જાહેરાત
ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે.
ગાંધીનગર: ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. પરિણામ અંગે સામે આવેલી વિગતો અનુસાર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. 6 જૂનના રોજ ધોરણ 10ના પરિણામની જાહેરાત કરવામાં આવશે. સવારે 8 કલાકે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાશે. નોંધનિય છે કે ગયા વર્ષે કોરોનાકાળમાં માસ પ્રમોશન અપાયા બાદ આ વર્ષે દરેક વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે.
નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટ્રીના પુરી થતાં હવે પરિણામ જાહેર થશે. પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે. દર વર્ષની જેમ બોર્ડની વેબસાઈટ પર પણ પરિણામ જાહેર થશે. જે બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે.
આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ હજુ પણ રાજ્યમાં આકરી ગરમી પડશે. રાજ્યમાં આગામી બે દિવસ ગરમીનો પ્રકોપ વર્તાશે. હવામાન વિભાગે અમદાવામાં હિટવેવની આગાહી કરી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં શુક્રવારે વાતાવરણમાં પલટો આવી શકે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં રાજ્યમાં આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેવાનો અનુમાન છે. શુક્રવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં રહેશે થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર રહેશે. વલસાડ, અમરેલી અને ભાવનગરમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે તેમજ બે દિવસ બાદ રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે. એક દિવસ બાદ રાજ્યમાં સામાન્ય તાપમાનમાં ઘટડો જોવા મળશે.