Gram Panchayat Election Result: ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ, જાણો કયાં કોણ બન્યું સરપંચ
Gram Panchayat Election Result 2025: આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. 22 જૂને યોજાઇ હતી ચૂંટણી, 239 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે, 1080 મતગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યાં છે.
LIVE

Background
Gram Panchayat Election Result 2025: રાજ્યમાં આજે 8000થી વધુ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું પરિણામ આવશે. 22 જૂને મતદાન થયું હતું, આજ મતગણતરી હાથ ઘરાશે, ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થયું હતું
રવિવારે યોજાનારી આ ચૂંટણીઓમાં કેટલીક જગ્યાએ રદબાતલની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કડી અને વિસાવદરનો સમાવેશ થાય છે. વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે રદબાતલ થઇ હતી. ઉપરાંત , જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.
ગુજરાતમાં 3656 સરપંચો માટે ચૂંટણી
ચૂંટણી પંચના ડેટા અનુસાર, કુલ 4564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 272 પંચાયતોમાં નામાંકન ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. આમ, કુલ 3541 પંચાયતોમાં સામાન્ય, વિભાગીય અને મધ્યસત્ર ચૂંટણીઓ માટે અને 353 પંચાયતોમાં પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાયું હતું.. રાજ્યભરમાં કુલ 3656 સરપંચ અને 16,224 સભ્યો ચૂંટાશે.
નોંધનીય છે કે ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતો છેલ્લા ત્રણ વર્ષથી વહીવટકર્તા શાસન હેઠળ છે અને અન્ય 1,400 પંચાયતોનો કાર્યકાળ 30 જૂન, 2025ના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ચૂંટણીઓ 27 ટકા OBC, 14 ટકા ST અને 7 ટકા SC અનામત બેઠકો સાથે યોજાશે, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને ન્યાયાધીશ ઝવેરી કમિશનની ભલામણો અનુસાર છે.
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે આ ચૂંટણીઓને સરળ અને પારદર્શક બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અને આદર્શ આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.આજે કોણ સરપંચ બનશે તેનો નિર્ણય થશે
સૌરાષ્ટ્રમાં જીતેલા ઉમેદવારો
ભુજના ગજોડ ગામના સરપંચ બન્યા નંદુબા જાડેજા
ઠાસરાના ચીતલાવ ગામના સરપંચ બન્યા દિપીકા પરમાર
કુતિયાણાના જમરા ગામના સરપંચ બન્યા મણીબેન કરંગિયા
કપરાડાના પીપોરોણીના સરપંચ બન્યા ગણેશ જિમન્યા
કપરાડાના સુલિયા જૂથના સરપંચ બન્યા નયનાબેન ચૌધરી
કપરાડાના કરચોન્ડના સરપંચ બન્યા સીતારામ પટારા
બોરસદના કસારી ગામના સરપંચ બન્યા રમેશભાઈ પરમાર
આંકલાવના નવાખરના સરપંચ બન્યા દિલીપ સોલંકી
ખંભાતના નંદેલીના સરપંચ બન્યા ઉષાબેન ઠાકોર
આંકલાવના ઉમેટા ગામના સરપંચ બન્યા ધર્મેન્દ્રસિંહ મહિડા
અમીરગઢના ખેમરેજીયાના સરપંચ બન્યા વાલીબેન ખરડી
ડભોઈના મોટા હબીપુરાના સરપંચ બન્યા સપનાબેન તડવી
ડભોઈના ચનવાડાના સરપંચ બન્યા સુધાબેન વસાવા
છોટાઉદેપુરના ખડખડના સરપંચ બન્યા ગોવિંદભાઈ નાયકા
પાટણ જિલ્લામાં આ ઉમેદવારો જીત્યા
પાટણના ઘાયલોજ ગામના સરપંચ બન્યા ભગાભાઈ રબારી
પાટણના સિદ્ધપુરના ચાટાવાડા ગામના સરપંચ બન્યા રિઝવના કડીવાલ
પાટણના સિદ્ધપુરના મેત્રાણા ગામના સરપંચ બન્યા મનીષાબેન ઠાકોર
પાટણના રાધનપુરના નાનીપીપળી ગામના સરપંચ બન્યા યમનપુરી ગૌસ્વામી
પાટણના મણુંદ ગામના સરપંચ બન્યા અમીન જીતુભાઈ
પાટણના સાંતલપુર ગામના સરપંચ બન્યા બાબુભાઈ ઠાકોર
પાટણના રાધનપુરના ભિલોટ ગામના સરપંચ બન્યા પવનબા વાઘેલા





















