Bharuch: આફ્રિકામાં અકસ્માતમાં ગુજરાતી યુવકનું મોત, 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
ભરૂચ: આફ્રિકાના જામબીયામાં અકસ્માતમાં એક ગુજરાતીનું મોત નિપજ્યું છે. જંબુસરના કાવી ગામના સલમાન બશીર પઠાણનું મોત નિપજ્યું. એક્ટિવા અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં કાવી ગામના યુવાને જીવ ગુમાવ્યો.
ભરૂચ: આફ્રિકાના જામબીયામાં અકસ્માતમાં એક ગુજરાતીનું મોત નિપજ્યું છે. જંબુસરના કાવી ગામના સલમાન બશીર પઠાણનું મોત નિપજ્યું. એક્ટિવા અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં કાવી ગામના યુવાને જીવ ગુમાવ્યો. અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિને 3 પુત્રો છે. ઘરના મોભીના મોતથી ત્રણ પુત્રોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. સલમાન જોબ પરથી પોતાની એક્ટિવા ગાડી લઈને ઘરે પરત ફરતા અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ માદરે વતન કાવી ગામે થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
અમરનાથ યાત્રાએ ગયેલા 50થી વધુ ગુજરાતીઓ અટવાયા
છેલ્લા ત્રણ દિવસથી જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતના ભાગોમાં પડી રહેલા ભારે વરસાદથી અમરનાથ યાત્રામાં અડચણ આવી છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રામાં ગયેલા યાત્રાળુઓ અટવાઇ ગયા છે, હાલમાં અમરનાથ યાત્રાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે અને યાત્રાળુઓને કેમ્પમાં રોકાવવા માટે કહેવામાં આવ્યુ છે. આ બધાની વચ્ચે અપડેટ મળી રહ્યુ છે કે, ગુજરાતના 50થી વધુ યાત્રીઓ અમરનાથ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે.
મળતી માહિતી પ્રમાણે, અમરનાથ યાત્રામાં ગયેલા ગુજરાતી યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વડોદરાના 50 અને સુરતના 10 અમરનાથ યાત્રાળુઓ યાત્રા દરમિયાન ફંસાઇ ગયા છે, આ તમામ યાત્રાળુઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ પણ કરી છે. હાલમાં અમરનાથ યાત્રાના રૂટ પર ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને હવામાન પણ ખરાબ થઇ ગયુ છે. અટવાઇ ગયેલા યાત્રાળુઓ પાસે પહેરવા માટેના ગરમ કપડાં પણ પલળી ગયા છે, અને કેટલાક લોકો બિમાર પણ પડી રહ્યાં છે. એક માહિતી પ્રમાણે કેટલાક ગુજરાતીઓ અમરનાથ યાત્રા દરમિયાન અમરનાથના પંચતરમાં ફસાયા છે. તો વળી, વડોદરા કારેલીબાગના યાત્રાળુઓને ત્યાં વડોદરાના ટ્રસ્ટ દ્વારા આશ્રય આપવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
કેમ્પોમાં રોકવામાં આવ્યા યાત્રીઓને -
અમરનાથ યાત્રા મુલતવી રાખવા અંગે અધિકારીઓએ કહ્યું કે, "યાત્રા મોકૂફ રાખવામાં આવી છે અને આજે સવારે કોઈ પણ ભક્તને ગુફા તરફ જવાની મંજૂરી નથી." તેમને વધુમાં જણાવ્યું કે સવારથી ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે યાત્રા સ્થગિત થઈ ગઈ હતી. ભક્તોની અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તીર્થયાત્રીઓને બાલતાલ અને નૂનવાન બેઝ કેમ્પમાં રોકવામાં આવ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial