Botad: હાથમાં બંદૂક સાથે આ સંતે આપ્યું 24 કલાકનું અલ્ટિમેટમ, જો સાળંગપુરમાં વિવાદિત ચિત્ર નહીં હટે તો વધ કરવાનું આહવાન
બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે. આ મામવે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત દ્રારા જરૂર પડ્યે શસ્ત્રો હાથમાં લેવાનું એલાન કરવામાં આવ્યું છે.
બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે. આ મામવે બોટાદના રોકડીયા હનુમાન મંદિરના મહંત દ્રારા જરૂર પડ્યે શસ્ત્રો હાથમાં લેવાનું એલાન કરવામાં આવ્યું છે.આક્રોશ સાથે હાથમાં હથિયાર રાખી વધ કરવાની ચીમકી આપી છે તો સ્વામિનારાયણના સાધુને ફરજી બાબા કહ્યા હતા .
સાળંગપુર હનુમાનજી મંદિર ભીત ચિત્ર વિવાદ મામલો દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે 54 ફૂટની વિરાટકાય કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મંદિરની મૂર્તિ નીચે બેજમેન્ટ પર લગાવવામાં આવેલ ભીત ચિત્રમાં નીલકંઠ વરણી સામે હાથ જોડેલા હનુમાનજી દાદાને દર્શાવતા વિવાદ શરૂ થયો છે. જે વિવાદને લઈ સનાતન ધર્મના અનેક સંતો તેમજ ધર્મગુરુઓ દ્વારા આક્રોશ સાથે નિવેદન આપી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દર્શાવવામાં આવેલ આ ભીત ચિત્રો દૂર કરવા માટે અલગ અલગ સંતો દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવેલ છે. ત્યારે અલગ અલગ સમાજના લોકો દ્વારા પણ આક્રોશ સાથે આ ચિત્રો હટાવવા માટે માંગ કરવામાં આવેલ છે પણ તેમ છતાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા હજુ સુધી આ ભીત ચિત્રો હટાવેલ નથી જેના કારણે દિન પ્રતિદિન રોષનો માહોલ જોવા મળે છે.
સારંગપુર હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ નીચે દર્શાવવામાં આવેલ ચિત્રના કારણે શરૂ થયેલ વિવાદને લઈ આજે બોટાદ ખાતે આવેલ વર્ષો જૂના રોકડિયા હનુમાનજી મંદિરના મહંત તેમજ અખિલ ભારતીય શ્રીપંચ રામાનંદી અખાડાના મહંત પરમેશ્વર મહારાજ આક્રોશમાં જોવા મળ્યા હતા. પરમેશ્વર મહારાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુઓને ફરજી સાધુ ગણાવ્યા તેમ જ સારંગપુર હનુમાનજી ખાતેના આ વિવાદિત ચિત્રો હટાવવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે.
તેમજ પરમેશ્વર મહારાજ દ્વારા નિવેદન દ્વારા જણાવેલ કે સનાતન ધર્મને બચાવવા માટે જો જરૂર પડશે તો હાથમાં હથિયાર પણ ધારણ કરશું તેવા નિવેદન સમયે મહારાજ દ્વારા હાથમાં હથિયાર પણ ધારણ કરેલ અને જય શ્રી રામ તેમજ હનુમાનજીના નારા સાથે સ્વામિનારાયણ મુર્દાબાદના નારા પણ પરમેશ્વર મહારાજ તેમજ તેમના ચેલા ગણ દ્વારા લગાવવામાં આવ્યા. પરમેશ્વર મહારાજ દ્વારા જરૂર પડીએ વધ કરવાની પણ ચીમકી આપતા ક્યાંકને ક્યાંક પરમેશ્વર મહારાજ ખૂબ જ આક્રમક જોવા મળ્યા હતા અને 24 કલાકમાં આ વિવાદિત ચિત્રો હટાવવા સ્વામિનારાયણ સંપ્રદાયને અલ્ટીમેટમ આપવામાં આવેલ છે. ત્યારે બંને હાથમાં હથિયાર ધારણ કરી સનાતન ધર્મને બચાવવા પરમેશ્વર મહારાજ આક્રોશ સાથે નિવેદન આપતા જોવા મળ્યા હતા.