Sardar Sarovar Dam: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં 9 દરવાજા ખોલી પાણી છોડાયુ, ભારે વરસાદથી તંત્ર એલર્ટ
Sardar Sarovar Dam: સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોટા ભાગના જળાશયો અને નદી-નાળા છલકાઇ ગયા છે
Sardar Sarovar Dam: સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે મોટા ભાગના જળાશયો અને નદી-નાળા છલકાઇ ગયા છે. ગુજરાત માટે મહત્વના એવા સરદાર સરોવર નર્મદા ડેમની(Narmada Dam)જળસપાટીમાં વધારો પણ જોરદાર વધારો નોંધાયો છે. નર્મદા ડેમાં અત્યારે જળસપાટી વધીને 135.61 મીટર સુધી પહોંચી છે, જેના કારણે 9 ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાથી નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. અત્યારે સરદાર સરોવર ડેમની જળસપાટી 135.61 મીટર સુધી પહોંચી છે, અને ડેમના 9 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. હાલ ઉપરવાસમાંથી 2.73 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમ અત્યારે 90 ટકા ભરાઇ ગયો છે, આગામી બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે. હાલમાં ડેમમાંથી ડેમમાંથી 1 લાખ 51 હજાર 976 ક્યૂસેક પાણી છોડાયુ છે. સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે.
રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department)આગાહી વ્યક્ત કરી છે. .. કચ્છ સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મધ્યમ, તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ (rain) વરસી શકે છે.રાજ્યમાં આગામી ત્રણ કલાક મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા,સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી,મહીસાગર, પંચમહાલ,દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત,તાપી,ડાંગ, વલસાડ,વડોદરા, આણંદ,ખેડા,અમદાવાદ, ગાંધીનગર, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે
ક્લાઈમેટ ચેન્જને લીધે ગુજરાતમાં વરસાદની (rain) પેટર્ન બદલાઇ છે .. ઓછા સમયમાં ભારે વરસાદ પડવાની ઘટનાઓ વધી છે. વર્ષ 2023માં 49 વખત અતિભારે વરસાદ ( heavy rain) વરસ્યો છે.
મધ્ય પ્રદેશના જળાશયોમાંથી પાણીની ધરખમ આવક થતા સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને સિઝનમાં પ્રથમવાર 135.26 મીટરે પહોંચી. ઉપરવાસથી ત્રણ લાખ નવ હજાર 769 ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો છે.
ચોમાસામાં વરસેલા વરસાદથી ગુજરાતના કેટલા ડેમ ભરાયા એ વિશે જાણીએ, રાજ્યના કુલ 207 પૈકી 49 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટ્રના 35, તો કચ્છના છ જળાશયો છલોછલ થયા છે. દક્ષિણ ગુજરાતના સાતઅને મધ્ય ગુજરાતનો એક ડેમ હાઉસફુલ છે. ઉપરવાસથી પાણીની આવક થતા રાજ્યના 89 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 70.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 87.34 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 83.96 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 53.90 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 52.67 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.